હીંગનું પાણી પીઓ અને રહો સ્વસ્થ, હીંગનું પાણી પીવાથી ક્યાં ક્યાં લાભ થાય છે? જાણો અને શેર કરો

હીંગ કે એસફેડિટ.. હીંગ કોઇ સાધારણ મસાલો નથી. ભારતીય રસોઇમાં તે તમને સહેલાઇથી મળી શકે છે. તેને એક પ્રાચીન મસાલા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય રસોઇમાં સામાન્ય રીતે હીંગને કોઇપણ વાનગીમાં સામેલ કરવામાં આવે છે. તે સિવાય કેટલાક આયુર્વેદિક ઉપાય અનુસાર હીંગને કોઇ અવિશેષ તેલ કે મિશ્રણમાં મિક્સ કરીને શરીર પર લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે. તો આવો જોઇએ હીંગનું પાણી પીવાથી ક્યા ક્યા લાભ થાય છે. આવો જોઇએ.

– પ્રાચીન સમયમાં હીંગના પાણીનું પીણું એક ગર્ભનિરોધક ઉપચાર માનવામાં આવતો હતો. તે સિવાય તેને પેટના રોગનો ઇલાજ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવતો હતો. હીંગની પેસ્ટ બનાવી છાતી અને નાક પર તેમજ છિદ્રોની પાસે લગાવવાથી શરદી-ઉધરસની સમસ્યા દૂર કરવામાં આવતો હતો.

– હીંગના પાણીને સતત 7 દિવસ પીવાથી શરીરમાં ઘણાં બદલાવ આવે છે. જે તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે. હીંગના પાણીથી શરીરમાં બની રહેલું એસિડ ખતમ થઇ જાય છે અને પેટના રોગ દૂર થાય છે.

– હીંગના પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે. તે સિવાય જેની કિડની કમજોર હોય તેના માટે પણ હીંગનું પાણી એક અસરકારક ઘરેલું ઉપચાર છે. તે ધીમે-ધીમે કિડનીને ખરાબ કરનાર સંક્રમણને દૂર કરે છે અને યુરિન માર્ગથી દૂર કરે છે.

– હીંગનું પાણી હાડકા માટે લાભદાયી માનવામાં આવે છે. હીંગના પાણીનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. તે સિવાય આ પાણીથી શ્વાસ સંબંધી બિમારીઓ પણ દૂર થાય છે. રોજ હીંગનું પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી.

– હીંગને એન્ટી-ઓક્સીડેન્ટ માનવામાં આવે છે. તો તેના પાણીનું સેવન કરવાથી શરીરના કેટલાક સંક્રમણોનો અંત આવે છે અને સાથે જ નબળાઇ પણ દૂર થાય છે. પરંતુ સતત સાત દિવસ પાણી પીવાથી શરીરના કેટલાક રોગથી છૂટકારો મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો