તમામ બીમારીઓનો રામબાણ ઈલાજ એટલે “ગળો” જાણો વિગતે..

धृतेन वातं सगुडा विबंधं पितं सीताढ्यां मधुना कफे च l
वातास्रमुग्रं रुबुतेलमिश्रा शूंठयामवातं शमयेत् गुडूचि ll

અર્થ- ગળો ઘી સાથે લેવાથી વાયુ, ગોળ સાથે લેવાથી કબજીયાત, સાકર સાથે લેવાથી પીત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લાવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી હાથીપગ મટે છે.

શેમાં ઉત્તમ છે ગળો :

-તાવમાં ઉત્તમ કામ કરે છે ગળો.

-પાચન શક્તિને મજબુત બનાવે છે. શક્તિ વર્ધક છે.

-તેના રસના સેવનથી વાત, પીત અને કફ મટે છે.

વાત, પિત અને કફથી થતી તમામ બીમારીમાં રામબાણ છે ગળો. ગળો પાચન શક્તિને મજબુત કરે છે અને રોગપ્રતિકાર શક્તિ વધારે છે.

-શરીરમાં થતી બળતરા મટે છે.

-ઉધરસ, કોઢ, લોહીની ઊણપ, કમળો, કુષ્ઠ રોગ, ઉલટી, દમ, હરસ, યુરિનની બીમારી અને હ્રદય રોગમાં અસરકારક ઔષધી છે ગળો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

-રોગ પ્રતિકાર શક્તિમાં વધારો કરે છે.

ગળોનો રસ પણ લઈ શકાય અને પાવડર પણ લઈ શકાય. રસનું સવાર સાંજ બે બે ચમચી સેવન કરવું જ્યારે પાવડરનું અડધી ચમચી સેવન કરવું. ગળાને મધ કે સાકર સાથે લઈ શકાય. ગળાનું સેવન સવાર સાંજ જમતા પહેલા કરવું.

ગળો કોઈ વૃક્ષ નથી. પણ એ લીમડા, બાવળ કે આંબા પર ચડેલી વેલ છે. જે બહુજ ગુણકારી ગણાય છે. આસપાસના ઝાડ પર ચઢનારી ગળોની વેલ ભારતમાં સર્વત્ર થાય છે. કેટલીક જગ્યાએ તે ખડકોના આશ્રયે પણ થાય છે. જેને ‘ખડકી ગળો’ કહે છે. કડવા લીમડા પર ચઢેલી ગળો સર્વોત્કૃષ્ઠ ગણાય છે. વિષાક્ત વૃક્ષો પર ચઢેલી ગળોનો ઔષધ તરીકે ઉપયોગ ન કરવો. આયુર્વેદિય મતે ગળો સ્વાદમાં તૂરી, કડવી અને તીખી, ગરમ છતાં પિત્તશામક, રસાયન, બળકર, ભૂખવર્ધક, પાચનકર્તા, હૃદય માટે હિતકારી, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં અનેક રોગો મટાડે છે.

રાસાયણિક દ્રષ્ટિએ ગળોમાં બર્બેરિન સહિત અન્ય ક્ષારો, ગિલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, એક ઉડનશીલ તેલ તથા વસામ્લ જેવાં તત્ત્વો રહેલાં છે. આ તત્ત્વોને તેના ઔષધિય ગુણો માટે જવાબદાર ગણી શકાય.

ઉપયોગ

કોઈપણ પ્રકારના તાવમાં પિત્તની વૃદ્ધિ અને જઠરાગ્નિનની મંદતા જરૂરથી હોય છે. ગળો કડવી હોવાથી પરમ પિત્તશામક છે. તે અગ્નિ પ્રદીપક પણ છે. એટલે ગમે તે કારણથી આવેલા તાવનું તે ઉત્તમ ઘરગથ્થુ ઔષધ છે. લીલી ગળોનો ચારેક ચમચી જેટલો રસ કાઢી તેમાં એક ચમચી તુલસીનો રસ મિશ્ર કરી સવાર-સાંજ લેવો. બે-ત્રણ દિવસમાં જ તાવમાં રાહત જણાશે. ધીમેધીમે ભૂખ પણ ઉઘડશે.

મર્હિષ ચરકે ધાવણની શુદ્ધિ કરનારા દસ શ્રેષ્ઠ ઔષધોમાં ગળોનો સમાવેશ કર્યો છે. માતાનું ધાવણ જો કફથી દૂષિત થયું હોય તો બાળકને તે પચવામાં ભારે પડે છે, બાળકને ઊલટીઓ થાય છે, મુખમાંથી લાળ પડયા કરે છે, તેમજ બાળક સુસ્ત અને નિદ્રાળુ થઈ જાય છે. ધાવણની શુદ્ધિ માટે માતાએ પચવામાં હલકો ખોરાક લેવો. તેમજ ગળો, સૂંઠ, હરડે, બહેડા અને આમળા સરખા વજને લઈ તેનો અધકચરો ભૂક્કો કરી, બે ચમચી જેટલા આ ભૂક્કાનો ઉકાળો કરી સવાર-સાંજ પીવો. ચાર-પાંચ દિવસમાં જ ધાવણ શુદ્ધ થતા બાળક સ્વસ્થ થઈ જશે.

ગળો આયુર્વેદ પ્રમાણે યોગવાહી ઔષધ છે. (એટલે કે બીજા ઔષધ સાથે મિશ્ર કરતા એના અને પોતાના એમ બંનેના ગુણોનું વહન કરે છે.) જેમ કે ઘી સાથે ગળો લેવાથી વાયુના રોગ, ગોળ સાથે લેવાથી મળાવરોધ-કબજિયાત, સાકર સાથે લેવાથી પિત્તના રોગો, મધ સાથે કફના રોગો, એરંડિયા-દિવેલ સાથે વાતરક્ત (ગાઉટ) રોગ તથા સૂંઠ સાથે લેવાતી તે આમવાત-રૂમેટોઈડ અર્થાઈટીસ મટાડે છે.

ગળો, ગોખરું અને આમળાના સમભાગે બનાવેલા ચૂર્ણને રસાયન ચૂર્ણ કહે છે. અમારા વૈદ્યોનું તે ખૂબ જ પ્રિય ઔષધ છે. રસાયન ચૂર્ણ પિત્તના રોગોમાં અકસીર છે. આંખ, છાતી, હાથ-પગના તળીયા કે મૂત્ર ત્યાગ વખતે દાહ-બળતરા થતી હોય તેમાં તથા અમ્લપિત્ત-એસિડિટીમાં એક ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ લઈ, ઉપર ગાયનું દૂધ પીવું. આ સરળ ઉપચારનું લાંબા સમય સુધી પાલન કરવાથી ઉત્તમ લાભ થાય છે.

રસાયન ચૂર્ણની જેમ સંશમની વટી, અમૃતા ક્વાથ, અમૃતા ગુગળ, ગુડુચ્યાદિ વટી, ગુડુચી ઘૃત વગેરેમાં ગળો મુખ્ય ઔષધ રૂપમાં વપરાય છે. આ ઔષધો જુદા જુદા અનેક રોગોમાં ઉપયોગી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો