કાચી ડુંગળી, રોજ ખાઓ સલાડમાં.. કેન્સર, કબજિયાત, કોલેસ્ટ્રોલ, બીપીથી બચાવે છે

ડુંગળી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનેક રીતે લાભકારી છે. તમે તેને સલાડ તરીકે ખાઈ શકો છો. તેમાં સલ્ફર, અમિનો એસિડ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. રોજ સલાડમાં ડુંગળી ખાવાથી કબજિયાત, કોલેસ્ટ્રોલ અને એનિમિયાની સમસ્યાથી છુટકારો મળે છે. સાથે જ તે કેન્સરનો ખતરો પણ દૂર કરે છે. ડાયટિશિયન અભિષેક દુબે જણાવી રહ્યાં છે ડુંગળીના ફાયદા.

કાચી ડુંગળી સલાડમાં ખાવાથી બોડીને ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે, જેનાથી રોગો સામે રક્ષણ મળે છે

કેન્સર

ડુંગળીમાં સલ્ફર વધુ પ્રમાણમાં હોય છે. જે કેન્સર સેલ્સને વધતાં રોકે છે અને કેન્સરનો ખતરો ઘટાડે છે. તે પેટ, ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે.

કબજિયાત

આમાં ફાયબર હોય છે. જે કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે.

કેન્સર, કબજિયાત, કોલેસ્ટ્રોલ, બીપીથી બચાવે છે કાચી ડુંગળી

કોલેસ્ટ્રોલ

ડુંગળીમાં અમિનો એસિડ અને મિથાઈલ સલ્ફાઈડ હોય છે. જે ગુડ કોલેસ્ટ્રોલને વધારીને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તે હાર્ટની બીમારીઓથી પણ બચાવે છે.

બ્લડપ્રેશર

મિથાઈલ સલ્ફાઈડ અને અમિનો એસિડ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેનાથી બીપીની સમસ્યા થતી નથી.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી ખાવી ફાયદાકારક સાબિત થાય છે, કાચી ડુંગળી ખાવાથી બોડીમાં ઈન્સ્યૂલિનની માત્રા વધે છે. જે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે .આ સિવાય દરરોજ ડુંગળી ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.

કઈ રીતે છે ફાયદાકારક?

ડુંગળીમાં કેલિસિન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન B6, B અને C ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે નેચરલ એન્ટીબાયોટિકની જેમ કામ કરે છે.

સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો ડુંગળીમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણો સિવાય એન્ટી એલર્જિક, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણ પણ હોય છે. જેનાથી ઘણા બીમારીઓ દૂર થાય છે અને કહેવામાં આવે છે ડુંગળી ખાવાથી વ્યકિતનું આયુ વધે છે. ડુંગળી સમયથી પહેલા  આવનારી કરચલીઓને પણ ઓછી કરે છે અને ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખે છે.

ગર્ભવતી મહિલાઓએ ન ખાવી કાચી ડુંગળી

નિષ્ણાંતો મુજબ ગર્ભાવસ્થામાં કાચી ડુંગળી ખાવાથી મહિલાની છાતીમાં બળતરા અથવા ખાટાં ઓડકારની પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી ડોક્ટરની સલાહ વિના ડુંગળી ખાવી નહીં…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો