ઉનાળામાં નવશેકું પાણી છે અમૃત સમાન, અનેક બીમારીથી રાખે છે દૂર, તેના ફાયદા જાણો અને શેર કરો

ઉનાળાની (summer) ગરમીમાં નવશેકું પાણી પીવાની (hot water) સલાહ પહેલી નજરે અટપટી લાગી શકે છે. પણ સંશોધકોનું કહેવું છે કે, જો એક વર્ષ સુધી ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું ગરમ પાણી પીવા લાગીએ તો બોડી એકદમ તંદુરસ્ત (Healthy) રહે છે.

આનો મતલબ એવો પણ નથી કે, તમે ગરમાગરમ ઉકળતા પાણી પીવો. પરંતુ જો આપણે દરરોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણીનું સેવન કરીએ તો તે આપણા શરીરમાં સરળતાથી ઓબસર્વ થઈ જાય છે. જેનાથી શરીર ખૂબ જ ટૂંકા સમયમાં હાઈડ્રેટેડ થવા લાગે છે. તો ચાલો આપણે જાણીએ કે, જો દરરોજ નવશેકું પાણી પીએ તો તેનાથી આપણા શરીર ઉપર શું અસર થશે?

શરીરને ડીટોક્સ કરે છે

જો આપણે સવારે ઉઠીને એક કપ ગરમ પાણી પી લઇએ તો શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં સહાયતા મળે છે. ઉપરાંત ગરમ અથવા નવશેકા પાણીમાં સેવનથી આંતરડાની અંદર રહેલા ભોજનને ઝડપથી બહાર કાઢી પાચનતંત્રને મજબૂત બનાવે છે તેવું મેડિકલ ડેઇલીનું માનવું છે. જો તમે જમતા પહેલા ઠંડુ પાણી પીવો છો, તો ખોરાકમાં રહેલા ઓઇલ સહિતના પદાર્થ ફેટમાં કન્વર્ટ થઈ આંતરડામાં એકઠા થઇ જાય છે.

સીઝનલ બીમારી સામે આપે સુરક્ષા

ઉનાળામાં જો તમે ઠંડાના સ્થાને નવશેકું પાણી પીવો છો, તો આખું વર્ષ ફલૂ, ઉધરસ, શરદી જેવા સીઝનલ રોગથી સુરક્ષા મળશે. તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.

કબજિયાતની સમસ્યામાંથી છુટકારો

નવશેકુ પાણી પીવાની આદત અનેક બીમારીથી દુર રાખે છે. ખાસ કરીને કબજિયાતની સમસ્યાથી છુટકારો આપે છે. જે લોકોને વહેલી સવારે કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે ખાલી પેટે નવશેકું પાણી પીવું જોઈએ. જેનાથી આંતરડામાં રહેલા ભોજન નો રસ્તો થઈ જશે પેટ સરળતાથી સાફ થશે.

માસિક સમયે સમસ્યામાં રાહત

જો માસિક સમયે પેટમાં દુઃખાવો, સ્નાયુની તકલીફ, હોય તો ગરમ પાણીનું સેવન જરૂર કરવું જોઈએ. જેનાથી રક્ત પ્રવાહ વધે છે અને સ્નાયુ રિલેક્સ થાય છે.

વજન ઓછું કરવા મદદરૂપ

જો તમે વજન ઓછું કરવા ઇચ્છતા હો તો પણ નવશેકુ પાણીનું સેવન ખૂબ મદદરૂપ થઈ શકે. નવશેકું પાણી પીવાથી વ્યક્તિ ચુસ્ત રહે છે. ગરમ પાણી શરીરના તાપમાનને વ્યવસ્થિત કરે છે અને મેટાબોલીઝમ રેટને વધારે છે. પેટની સાથે કિડનીને પણ તંદુરસ્ત રાખે છે. વહેલી સવારે નરણા કોઠે નવશેકુ પાણી લીંબુ સાથે પીવામાં આવે તો શરીરમાં ચરબી ઘટી જશે.

યૌવન બક્ષે છે

શોધમાં એવું પણ જાણવા મળ્યું છે કે, સવારે ખાલી પેટે ગરમ પાણી પીવામાં આવે તો શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે. જેથી સ્કિનના સેલ ઝડપથી રિપેર થઈ જાય છે. સ્કિન સદા યુવાન રહે છે.

કેટલું પાણી પીવું જોઈએ

નેશનલ એકેડમી ઓફ મેડિસિનના મત મુજબ દરરોજ યુવા મહિલાને 2.69 અને પુરુષને 3.69 લીટર પાણી પીવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો