દરરોજ એક વાટકી દહીં ખાવ, અડધી બીમારીઓ થઈ જશે દૂર

એક વાટકી તાજું દહીં શરીરની અડધી બીમારીઓ દૂર કરી દે છે. દહીં એક પ્રકારનું પ્રોબાયોટિક છે જે પેટ અને પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક નીવડે છે. દહીં ખાવાથી ગેસ થતો નથી. તેમાં હાજર બેક્ટેરિયા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ઉપરાંત વિટામિન બી6 અને બી12 પણ હોય છે. જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીમાં પોટેશિયમ પણ છે જે પાચનતંત્ર સુધારે છે. ચાલો જાણીએ કે દહીં શરીર માટે કેટલું ફાયદાકારક છે.

ગેસની સમસ્યામાંથી છૂટકારો

જો તમને જમ્યા પછી ગેસ થતો હોય તો દહીં ખાવ. દહીંથી શરીરમાં પાચન સારી રીતે થાય છે અને તે પેટની ગરમીને શાંત કરી ગેસ થતો અટકાવે છે. જમ્યા પછી દહીં ખાવાથી ખોરાક પણ સારી રીતે પચી જાય છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે.

ત્વચા માટે લાભદાયી

દહીં ત્વચા અને વાળ બંને માટે ફાયદેમંદ છે. દહીં સાથે ચણાનો લોટ મિક્સ કરી તમે તેને ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ત્વચા નરમ રહે છે અને રંગ નિખરે છે. દહીંના ઉપયોગથી ચહેરાનું ટેનિંગ પણ દૂર થાય છે. વાળમાં દહીં લગાવવાથી ડેન્ડ્રફ દૂર થાય છે.

દાંત, નખ અને હાડકાં માટે દહીં ફાયદાકારક

દહીંમાં કેલ્શિયમ હોવાથી તે હાડકાં વધુ મજબૂત બનાવે છે. દહીં હાડકાંની સાથે તમારા દાંત અને નખ માટે પણ ફાયદાકારક હોય છે. તેથી, શરીરને સ્વસ્થ રાખવા દરરોજ એક બાઉલ દહીં ખાવું જોઇએ.

દહીં ખાવાના ફાયદા –

1. દહીંના સેવનથી હૃદયમાં થનારા કોરોનરી આર્ટરીના રોગથી બચી શકાય છે. ડૉક્ટરોનું માનવું છે કે દહીંના નિયમિત સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય છે.

2. ચહેરા પર દહીં લગાવવાથી ત્વચા મુલાયમ બનવાની સાથે તેમાં નિખાર આવે છે. જો દહીંથી ચહેરાનું મસાજ કરવામાં આવે તો તે બ્લીચનું કામ કરે છે. વાળમાં દહીં કંડીશનરનું કામ કરે છે.

3. ગરમીમાં ત્વચા પર સનબર્ન થઇ ગયું હોય તો દહીંનો મસાજ કરવાથી રાહત મળે છે.

4. દહીં દૂધની સરખામણીએ સોગણું વધુ સારું છે કારણ કે તેમાં કેલ્શિયમ હોવાને લીધે હાડકા અને દાંત મજબૂત બને છે. તે ઑસ્ટિયોપોરોસિસ જેવી બીમારી સામે લડવામાં મદદરૂપ બને છે.

5. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દરરોજ દહીંનું સેવન કરવું જોઇએ.

6. દહીમાં અજમો નાંખીને ખાવાથી કબજિયાત દૂર થાય છે.

7. દહીંમા ચણાનો લોટ નાંખી ત્વચા પર લગાવતા ત્વચા ચમકીલી બને છે, ખીલ દૂર થાય છે.

8. માથામાં ખોડો થતાં દહીં લગાવવાથી ફાયદો થાય છે. વાળ મુલાયમ બને છે.

10. પેટની બીમારીઓથી પરેશાન થતા લોકો જો ભોજનમાં પ્રચૂર માત્રામાં દહીં સામેલ કરે તો સારું રહેશે. તેમાં સારા બેક્ટેરિયા રહેલા હોય છે જે પેટની બીમારી દૂર કરે છે. પેટમાં જ્યારે સારા પ્રકારના બેક્ટેરિયાની ઉણપ સર્જાય છે ત્યારે ભૂખ ન લાગવા જેવી બીમારીઓ પેદા થાય છે. આ સ્થિતિમાં દહીં સૌથી સારું ભોજન બની જાય છે.

11. જો તમારી ત્વચા ડ્રાય છે તો અડધા કપ દહીંમાં એક નાની ચમચી ઓલિવ ઓઇલ તથા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી લગાવો અને થોડીવાર બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઇ લો. ત્વચાની ડ્રાયનેસ દૂર થશે.

12. ડૉક્ટર અને વૈદ્ય માને છે કે દૂધ જલ્દી પચતું નથી અને કબજિયાત કરે છે જ્યારે દહીં તુરંત પચી જાય છે. જે લોકોને દૂધ ન પચતું હોય તેમણે દહીંનું સેવન કરવું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો