ડાયાબિટીસ હોય કે જૂના ઘા જડમૂડથી મટાડી દેશે ઘરના આંગણે ઉગતા આ ફૂલ

બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખીલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ છોડ શરીરની બીમારીઓને પણ દૂર કરી શકે છે. તો આજે જાણી લો કે આ ફૂલના કયા કયા ફાયદા છે. આ ફૂલને ખાઈ પણ શકાય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તેના કારણે વ્યક્તિ ઝડપથી બીમાર પડતી નથી.

દુનિયાભરના હર્બલ જાણકારો તેના ઔષધીય ગુણોના વખાણ કરતા થાકતા નથી અને હિન્દુસ્તાનમાં આદિવાસી પ્રદેશોમાં પણ આ અનેક મહત્વપૂર્ણ ઔષધીય ઉપાય તરીકે અપનાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જે લોકોને ડાયાબિટીસની બીમારી છે તેના માટે આ ફૂલ ઔષધી સમાન છે. આ ફૂલ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. આ ફૂલની 3 4 પાંદડી ચાવીને ખાવી જોઈએ તેનાથી ડાયાબિટીસના રોગીઓને લાભ થાય છે.

આ ઉપરાંત બારમાસીના 3 ફૂલને અડધા કપ પાણીમાં કાઢીને પલાળી દેવા. આ પાણીમાંથી ફૂલને કાઢી અને સવારે ખાલી પેટ તેને પી જવું. તેનાથી ડાયાબિટીસ ઘટે છે. આ પ્રયોગ નિયમિત 10 દિવસ કરવાથી લાભ થશે.

જો મધમાખી કે અન્ય જીવજંતુ કરડી જાય તો પણ આ ફૂલનો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે. આ ફૂલને પીસી અને તેનો રસ કાઢી ડંખ પર લગાવી દેવો. કોઈ જુનો ઘા હોય તો તેના પર પણ આ ફૂલના રસને દવા તરીકે લગાડવો. તેનાથી ઘામાં ઝડપથી રુઝ આવશે. ચહેરા પરના ખીલને દૂર કરવા માટે પણ આ ફૂલ ઉપયોગી સાબિત થાય છે. ખીલ પર આ ફૂલનો રસ લગાડવાથી ચહેરા પરના ખીલના ડાઘ દૂર થાય છે.

ગુજરાતના આદિવાસીઓ લાલ અને ગુલાબી ફૂલોનો ઉપયોગ ડાયાબિટીમાં લાભકારી ગણે છે. આધુનિક વિજ્ઞાન પણ આ ફૂલોના સેવન પછી લોહીમાં સુગરની માત્રા ઓછી કરે છે તેવું પ્રમાણિત કરી ચૂક્યું છે. બે ફૂલને એક કપ પાણીમાં ઉકાળી કે ખાંડ વગરની ચામાં ઉકાળીને ઠંડી પડ્યા પછી તે ચા પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.

હવે વિજ્ઞાનિક બારમાસી ફૂલનો ઉપયોગ કરી કેન્સર જેવા ભયાવહ રોગો માટે પણ ઔષધિઓ બનાવવાનું સંશોધન કરી રહ્યા છે. ડાંગ-જિલ્લામાં પણ આદિવાસી આ છોડના વિભિન્ન અંગોને લ્યૂકેમિયા જેવા રોગોના નિદાન માટે ઉપયોગમાં લાવે છે.

આધુનિક સંશોધન અનુસાર આ છોડના પાનમાં મેળવવામાં આવનારા પ્રમુખ એલ્કેલાયડ રસાયણો જેવા વિનબ્લાસ્ટિન અને વિનક્રિસ્ટિનને લ્યૂકેમિયાના ઉપચારને ઉપયોગી માનવામાં આવે છે.

પ્રસ્તુત જાણકારી ડો. દિપક આચાર્ય આપી રહ્યા છે. જે અભૂમકા હર્બલ પ્રા.લી.ના ડિરેક્ટર છે અને 15 વર્ષથી આદિવાસી આયુર્વેદ નુસખાઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રમાણિત કરવાનું કાર્ય કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો