સવારે ભૂખ્યા પેટે પીવો મેથીનું પાણી, તેનાથી વજન, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસમાં થશે જોરદાર ફાયદા, જાણો અને શેર કરો

ભારતમાં દરેક ઘરોમાં મેથીનો (Methi) અનેક પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. આપણે બધા મેથીના દાણા, શાકભાજી, મેથીના લાડૂ, મેથીના પરોઠા, મેથીની ચટણી ખાઈએ છીએ. મેથીનો ઉપયોગ માત્ર દવા કે શાકભાજી માટે નહીં પરંતુ ઘરેલૂ નુસ્ખા માટે પણ મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીની મદદથી અનેક બીમારીઓનો ઈલાજ કરી શકાય છે. આપણે મોટા ભાગે મેથીના પત્તા અને મેથીના બીજનો ઉપયોગ કરીએ છીએ. મેથીની ડાળી અને તેના મૂળનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

મેથીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ (Vitamins and Minerals) અને મિનરલ્સ રહેલા છે. અનેક સમયથી મેથીનો ઉપયોગ ઔષધિ અને કોસ્મેટીક્સ બનાવવા માટે કરવામાં આવે છે. મેથીની મદદથી આપણે અનેક પ્રકારની બીમારીઓ અને રોગનો ઈલાજ કરી શકીએ છીએ. મેથીમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો રહેલા છે જે શરીર માટે ખૂબ જ લાભદાયી છે.

મેથીમાં પ્રોટીન, ટોટલ લિપિડ ઊર્જા, ફાઈબર, કૈલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, મેંગેનીઝ, વિટામીન સી, વિટામીન બી, સોડિયમ કાર્બોહાઈડ્રેટ અનેક તત્વો રહેલા છે.

સવારે મેથી પાણી કેવી રીતે બનાવવું?
મેથીનું પાણી બનાવવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. એક ગ્લાસ પાણીમાં એકથી દોઢ ચમચી મેથીના દાણાને આખી રાત પલાળી દો. સવારે ઉઠીને આ પાણીને ગાળી લો અને ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરો. તમે ઈચ્છો તો બાદમાં મેથીના દાણાનું સેવન કરી શકો છો. સવારે ભૂખ્યા પેટે મેથીનું પાણી પીવાથી શરીરમાંથી વિષાક્ત તત્વો નીકળી જાય છે. મેથી ગરમ હોય છે તેથી ગર્ભાવસ્થામાં મહિલાઓએ ડૉકટરની સલાહ અનુસાર મેથીના દાણાનું સેવન કરવું જોઈએ.

ભૂખ્યા પેટે મેથીનું પાણી પીવાના ફાયદા

  • વજન ઓછું કરવામાં લાભદાયી
  • ઝડપથી કૉલસ્ટ્રોલ ઓછુ કરે છે.
  • ડાયાબિટીસ નિયંત્રિત કરે છે.
  • શરીરને શુદ્ધ કરે છે.
  • એસિડિટીની સમસ્યાને દૂર કરે છે.
  • પાચન પ્રક્રિયા મજબૂત બનાવે છે.
  • કબજિયાતની સમસ્યા દૂર કરે છે.
  • સાંધાના દુખાવાથી રાહત મળે છે.
  • સર્દી દૂર કરવામાં મદદ કરે છે.
  • ભૂખ વધારવામાં લાભદાયી
  • માસિકધર્મની સમસ્યાથી રાહત આપે છે.
  • સ્પર્મ કાઉન્ટમાં વધારો કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો