દિલ્હી AIIMSમાં મેડિકલ સાયન્સ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો: યુવતીએ હનુમાન ચાલીસ વાંચતા વાંચતા કરાવ્યું ઓપરેશન, બેભાન કર્યા વગર 3 કલાક સુધી સર્જરી ચાલી

દિલ્હી AIIMSમાં ઓપરેશનનો એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીં ગુરૂવારે 24 વર્ષની એક યુવતીની સર્જરી કરાવી, પણ આ સર્જરીની અનોખી વાત એ હતી કે યુવતીએ તેની સર્જરી હનુમાન ચાલીસ વાંચતા વાંચતા કરી. તેનું બ્રેન ટ્યૂમરનું ઓપરેશન થયું. આશ્ચર્યની વાત એ હતી કે 3 કલાક સુધી ચાલેલી આ સર્જરીમાં યુવતીને બેભાન કર્યા વગર કરાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ડોકટર ઓપરેશન કરી રહ્યાં છે અને યુવતી હનુમાન ચાલીસાનો પાઠ કરતી હોય તેનો અવાજ આવી રહ્યો છે. આ યુવતી એક સ્કૂલ ટીચર હોવાનું કહેવામાં આવે છે. તેના માથામાં ડાબી બાજુ ટ્યૂમર હતું.

ડોકટરે કહ્યું- પ્રાર્થનાથી દર્દીને ફાયદો થાય છે
ઓપરેશન કરનારા ડૉ. દીપક ગુપ્તાએ જણાવ્યું કે સર્જરી દરમિયાન ટીમ પેશન્ટ સાથે વાત કરતા રહ્યાં. જેનાથી અમે પેશન્ટનો અવાજ અને હાથ-પગની મૂવમેન્ટને જોઈએ છીએ. આ કેસમાં અમે યુવતીને પૂછ્યું કે તે શું વાત કરવા માગે છે, તો તેને જણાવ્યું કે તે હનુમાન ભક્ત છે.

અમે તેને કહ્યું કે તમે શું સંભળાવવા માગો છો, તો તેને હનુમાન ચાલીસા સંભળાવી. તેનો હેતુ હતો કે પેશન્ટ સર્જન સાથે વાત કરતા રહે. જો તેની સ્પીચમાં કોઈ ઈશ્યૂ હોત તો તેને તરત પકડી લેત. ટ્યૂમર બ્રેનની ડાબી બાજુ હતું. પાછળના ભાગમાં ટ્યૂમર કાઢ્યું હોત તો તે થોડું રિસ્કી હોત. તેને રોકવા માટે અમે પેશન્ટને કહ્યું કે તમે સતત અમારી સાથે વાત કરતા રહો. પેશન્ટે હનુમાન ચાલીના પાઠ કર્યા. સર્જરી યોગ્ય રીતે પુરી થઈ.

હનુમાન ચાલીસા કે કોઈ પણ ધાર્મિક પ્રાર્થના કરવાથી દર્દીને પણ ફાયદો મળે છે. પેશન્ટને થયું કે ભગવાનનું નામ લેવાથી તેની સર્જરી સારી રીતે થશે. ઓપરેશન થિયેટરની અંદર પણ એવી કોઈ એક્ટિવિટી થાય છે તો વાતાવરણ સારું રહે છે. આ ઓપરેશન 3 કલાક ચાલ્યું. આ રીતે ઓપરેશન અમે છેલ્લાં 20 વર્ષથી કરતા આવીએ છીએ.

એક સપ્તાહ પહેલા પણ થઈ હતી આવી સર્જરી
AIIMSના ન્યૂરો સર્જરી ડિપાર્ટમેન્ટમાં એક સપ્તાહ પહેલાં પણ ત્રણ દર્દીઓના બ્રેન ટ્યૂમરનું ઓપરેશન બેભાન કર્યા વગર જ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ દર્દીના બ્રેનના ઉપલા ભાગની નસને ખોટી કરી, કે જેથી તેને દર્દ ન થાય. આ પ્રકારની સર્જરીમાં દર્દી ઝડપથી રિકવર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો