જો તમારે પણ રોડના ખાડા પૂરવા હોય તો CMને બોલાવો, સુરતમાં રાતોરાત તંત્રએ ખાડા પૂર્યા, વિડિયો વાયરલ

રજામાં ચોમાસાના કારણે ઠેર-ઠેર જગ્યા પર ખાડા પડી ગયા છે. તો બીજી તરફ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યના મોટાભાગના રસ્તાઓ રિપેર થઈ ગયા છે પરંતુ હજુ પણ રાજ્યના ઘણા રસ્તાઓ એવા છે કે જેનાથી લોકોને પસાર થવું હોય તો પણ બે વખત વિચાર કરવો પડે. કારણ કે, રસ્તા પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. સરકાર એક તરફ 90% રસ્તા રીપેરીંગના દાવા કરે છે પરંતુ બીજી તરફ લોકોને મુશ્કેલી તો એ જ પડી રહી છે. પણ કોઈ જગ્યા પર નેતા કે મંત્રીનો પ્રવાસ હોય તો ત્યાં રાતોરાત રસ્તા બનાવી દેવામાં આવી છે. ગુજરાતમાં ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ જ્યારે અલગ-અલગ વિસ્તારમાં જન આશિર્વાદ યાત્રા માટે પહોંચ્યા ત્યારે તેમના આગમન પહેલા જ રાતોરાત અમુક જગ્યા રસ્તા બનાવી દેવામાં આવ્યા હતા એટલે નેતા માટે રાતોરાત રસ્તો બને છે પરંતુ જનતા માટે રાતોરાત રસ્તો બનતો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ત્યારે આવી જ ઘટના ફરીથી સુરતમાં સામે આવી છે. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસે હોવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા ભૂપેન્દ્ર પટેલના પ્રવાસના એક દિવસ પહેલાં જ રાત્રિના સમયે રસ્તાના સમારકામની તજવીજ હાથ ધરી હતી પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા એ રસ્તાઓનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું કે જ્યાંથી ભૂપેન્દ્ર પટેલ પસાર થવાના હતા અન્ય રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. એટલે સુરત મહાનગરપાલિકા મુખ્યમંત્રીને એવું દેખાડવા માગે છે કે મનપા દ્વારા લોકોને સારી સુવિધા આપવામાં આવે છે.

એક સામાજિક કાર્યકર્તા કરુણેશ રાણપરીયા સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરીને આ બાબતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવવાના છે એટલે લોકોને રોકીને સુરત મહાનગરપાલિકાના 30થી 40 કામદારો રાતોરાત રસ્તો બનાવી રહ્યા છે. એવું પણ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ 20થી 25 દિવસનો સમય કાઢીને ગુજરાતનો પ્રવાસ કરવો જોઈએ. જેથી આખા ગુજરાતના રસ્તાઓ સારા થઈ જાય. તો રાત્રિના સમયે સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તો બનાવવામાં આવતો હતો તે સમયે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં જે જગ્યા પર તક્ષશિલા અગ્નિકાંડ બન્યો હતો તેની સામે જ આ રસ્તા બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રાત્રે આઠ વાગ્યે ટ્રાફિકના સમયે જ રસ્તો બનાવતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કરુણેશ રાણપરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવે છે એટલા માટે રાત્રે પણ ખાડા ભરવાનું કામ ચાલે છે. આ ખાડા શું SMCના અધિકારીઓને અત્યાર સુધી દેખાતા નહોતા. આ ખાડા રહેવા દેવાના હતા. એટલે મુખ્યમંત્રી અને તેમની સાથે આવતા મંત્રીઓને ખબર પડે છે. સુરતના વરાછા વિસ્તારના રસ્તા પર ખાડા છે. અત્યારે 30થી 40 કર્મચારીઓ કામ કરી રહ્યા છે, લોકો હેરાન થાય છે. કામરેજથી સરથાણા સુધીના તમામ રસ્તા બની ગયા મુખ્યમંત્રીના કારણે બની ગયા એટલે તેમનો આભાર.

આ ઘટનાને લઈને લોકો સવાલ એ કરી રહ્યા છે કે, લોકો ટેક્સ ભરે છે અને તેના પૈસાથી સરકાર ચાલે છે. તો સરકારે મંત્રીઓની સુવિધાનું વિચારવું જોઈએ કે પછી ટેક્સ ભરતા નાગરિકોની સુવિધા બાબતે વિચારવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો