રાજકોટમાં સિવિલ હોસ્પિટલે બતાવી સાચી સૂરત, ગંદી ચાદરો, ફાટેલા ગાદલા જોઈ કોરોનાના દર્દીઓના હોંશ ઉડ્યા, બે દી’ ત્યાં રાખી ફરી શિફ્ટ કરાશે

રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે સારવારની પૂરી સગવડતાની સુફિયાણી વાતો કરનાર આરોગ્ય કમિશનર રાજકોટથી રવાના થયા તેના 24 જ કલાકમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી 28 દર્દીને આઈસોલેશન વોર્ડમાંથી કાઢીને ગંદકીથી ખદબદતા વોર્ડમાં શિફ્ટ કરાયા છે.કોવિડ હોસ્પિટલમાં 250 બેડની ક્ષમતા છે તેમાં 210 જેટલા દર્દીની સારવાર ચાલી રહી છે, જે લોકો શરદી, ખાંસી તેમજ તાવ જેવા કોરોનાના લક્ષણો સાથે આવે છે તેમને પણ ત્યાં દાખલ કરાય છે. આ કારણે 250 બેડ પૂરા થઈ ગયા હતા. જે દર્દીઓ સ્વસ્થ હતા તેમને તો કોવિડ કેર સેન્ટરમાં મોકલી દેવાયા હતા તેથી અમુકને ઓછા ગંભીર હોય અથવા તો નવા દાખલ થયા હોય તેમને કોવિડ હોસ્પિટલમાંથી તેમની ઈચ્છા વિરુદ્ધ લઈ જઈ વોર્ડ નં.11ના એક અંધારિયા ખૂણામાં લઇ જવાયા હતા. ત્યાં ફાટેલી ચાદરો, ગંદા ગાદલા, સ્ટ્રેચર પર જૂના દર્દીઓના ઓઢેલા કપડાં અને બિલાડી જેવા પ્રાણીઓના મળમૂત્ર જોઈ દર્દીઓ ડઘાઈ ગયા હતા. આટલું જ નહિ હજુ એકવખત દર્દીઓને શિફ્ટ કરીને કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અટપટા નિયમોથી એક દર્દીને 3 જગ્યાએ ફેરવશે

સ્થાનિક તંત્રની નિર્ણય શક્તિના અભાવ અને અટપટા નિયમોને કારણે દર્દીઓને હવે તકલીફ પડશે. જે કોવિડ કેર સેન્ટર છે તેનો ઉદ્દેશ્ય એસિમ્ટોમેટિક દર્દીઓને રાખવાનો છે પણ એવો નિયમ બનાવાયો છે કે પ્રથમ 48 કલાક તેમને હોસ્પિટલમાં જ રાખવાના. આ કારણે જે શંકાસ્પદ દર્દી હોય તે પહેલા નવી બિલ્ડિંગમાં જશે ત્યાં એક દિવસ રિઝલ્ટની રાહ જોશે જો પોઝિટિવ આવે અને લક્ષણો નહીં હોય તો સીધા વોર્ડ ન.11માં મોકલશે ત્યાં 48 કલાક પૂરા કરશે અને પછી કોવિડ કેર સેન્ટરમાં મોકલાશે.

ગંભીર દર્દીઓને અલગ રાખવા નિર્ણય કરાયો છે

કોવિડમાં ગંભીર દર્દીઓ અને ઓછા વાઇરલ લોડ હોય તેવા પણ દર્દીઓ છે. ઓછા ગંભીર હોય તેમને વધુ બીમારી ધરાવતા લોકો સાથે રાખવા યોગ્ય નથી તેથી અલગ રાખવા નિર્ણય લેવાયો હતો. હાલ બેડની સંખ્યા ન જળવાતા બીજા વોર્ડમાં શિફ્ટ કર્યા છે ત્યાંથી કોવિડ કેર સેન્ટર અથવા ઘરે મોકલાશે > ડો. મનીષ મહેતા, તબીબી અધિક્ષક

નામ બોલીને કહ્યું, અહીંથી જવાનું છે

અમને દાખલ કર્યા તેને એક જ દિવસ થયો છે, ત્યાં બુધવારે એક લિસ્ટ આવ્યું અને તેમાં નામ બોલીને ડોક્ટરે કહ્યું કે તમારે અહીંથી જવાનું છે. બધાને બસમાં બેસાડ્યા તો લાગ્યા બીજે લઈ જશે ત્યાં નજીકમાં જ વોર્ડ 11માં લાવ્યા. અહીંયા પુષ્કળ ગંદકી છે સ્ટાફ પણ કહે છે કે અહીંયા આખો દિવસ કૂતરાં બિલાડા પડ્યા રહે છે ત્યાં તમને લાવીને મૂક્યા છે. અમને અહીંથી કાઢો. > વનરાજભાઈ હુંબલ, દર્દી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો