માકડ કરડવાથી થઈ શકે છે પાંચ પ્રકારની બીમારીઓ, ગાદલા-કપડા ખાસ ચકાસજો

માકડ સફરજનના બીજથી પણ નાનું જીવ છે. જે માણસોનું લોહી ચૂસે છે. જો તમને સવારે ઉઠ્યા પછી ખંજવાળ આવવા લાગે અને પથારીમાં લોહીના ડાઘા દેખાવા લાગે તો સાવધાન થઈ જાવ. બની શકે તમારી પથારી પર મચ્છર હોય. આવો જાણીએ માકડ કરડવાથી કેવી સમસ્યાઓ થઈ શકે..

એલર્જિક રીએક્શન

માકડ કરડવાથી ચામડી પર હળવી બળતરાનો અનુભવ થાય છે. રેડનેસ અને ફોડલા પડવા પણ તેના લક્ષણ છે. કેટલીકવાર ગંભીર એલર્જિક રીએક્શન પણ થઈ શકે છે.

ખુજલી

માકડ કરડવાથી તે જગ્યા પર ખંજવાળનો અનુભવ થવો સામાન્ય છે.

અનિદ્રા

અનેક વાર માકડ કરડવાથી તમે એટલા હેરાન થઈ જાવ છો કે ઉંઘ જ નથી આવતી. તેનાથી તમારી કાર્યશૈલી પ્રભાવિત થાય છે.

ચામડીના રોગ

ઘણા પ્રકારનાં અધ્યયનમાં વાત એ છે કે માકડની કટોકટીથી ચગાસ રોગ થાય છે.

પીટીએસડી

મોટા ભાગના એવા લોકો જેમને માકડ કરડ્યો છે, તેમણે મેન્ટલ ડિસૉડરની વાત કહી છે. ઘણા લોકોમાં પીટીએસડી એટલે પોસ્ટ ટ્રૉમેટીક ડિસૉડરના લક્ષણો પણ દેખાયા.

માંકડથી મુક્તિ :

ફુદીનો : માંકડ ફુદીનાની ગંધને સહન નથી કરી શકતા. તો થોડા ફૂદુનાના પાંદડા લો અને તમારી પથારીની પાસે રાખી દો. જો તમારા ઘરમાં નાના બાળકો છે તો થોડા ફુદીના ના પાંદડા તેના પારણામાં રાખી દો. ફુદીનાના પાંદડા માંકડને દુર રાખે છે. તમે ધારો તો ફુદીનાના પાંદડાને વાટીને તમારા શરીર ઉપર પણ ઘસી શકો છો.

કાયેન પેપર (લાલ મરચું) : કાયેન પેપર ગીની રાજ્યનું લાલ મરચું છે. તેને બર્ડ પેપર, કાઉ, હોર્ન પેપર અને અલેવા પણ કહે છે. તેનાથી માંકડ ઝડપથી ભાગે છે. તમે આ મરચાને પાવડર બનાવીને માંકડ ઉપર સ્પ્રે કરી શકો છો.

લેવેન્ડર : માંકડ લેવેન્ડરની સુગંધ સહન નથી કરી શકતા. માટે તમે લેવેન્ડરના પાંદડાને માંકડ વાળા કપડા ઉપર ઘસી શકો છો કે લેવેન્ડર પરફ્યુમ છાટી શકો છો.

રોજમેરી : લેવેન્ડરની જેમ માંકડ રોજમરી ની સુગંધપણ સહન નથી કરી શકતા. તમે રોજમરીનો સ્પ્રે બનાવીને તેની ઉપર છાટી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો