ઘરમાં લાકડાના બારણાઓ અને ફર્નિચરમાં ઉધઇ થઇ ગઇ છે તો આ રીતે લાકડાના ફર્નિચરમાંથી દૂર કરો ઉધઇ…

હાલ ચોમાસું ચાલી રહ્યું છે. વરસાદના કારણે કેટલીક વખત ઘરમાં ભેજના કારણે મચ્છર, ઉધઇ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં દરેક લોકોના ઘરમાં લાકડાનું ફર્નીચર હોય છે. જે જોવામાં જેટલું સારુ લાગે છે એટલું જ ટકાઉ અને કંફર્ટેબલ પણ હોય છે. પરંતુ તેની સમયસર સાચવણી કરવામાં ન આવે તો તેમા ઉધઇ લાગી જાય છે. ઉધઇ લાકડાની અંદર જઇને લાકડાને ખોખલું કરી દે છે અને તેનાથી અન્ય ફર્નીચરમાં પણ ઉધઇ લાગી જાય છે.

ઉધઇને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. પરંતુ તેની યોગ્ય રીતે સાચવણી કરવામાં ન આવે તો તે અન્ય લાકડાનો સામાન પણ ખરાબ થવા લાગે છે. તેને ભેજથી બચાવવું ખૂબ જરૂરી છે. આવો જોઇએ ઉધઇથી કેવી રીતે લાકડાના ફર્નિચરને બચાવી શકાય.

– લાકડાના ફર્નિચરને મહિનામાં એક વખત તડકામાં રાખવું જોઇએ. ભેજના કારણે તેમા ઉધઇ જલદી ફેલાઇ જાય છે.

– લાકડાના ફર્નિચરને અઠવાડિયામાં એક વખત લીમડાના તેલથી સાફ કરોય તેનાથી ઉધઇ મરી જાય છે અને તે ફરીથી થતી નથી.

– સફેદ વિનેગરને ઉધઇ લાગેલા ફર્નિચર પર છાંટી દો. તેનાથી ઉધઇ ગાયબ થઇ જશે.

– ઉધઇ લાગેલા ફર્નિચરની પાસે ભીનું લાકડું રાખી દો. જેથી ઉધઇની દરેક કીડા ભીના લાકડામાં જતા રહેશે.

– બોરેક્સ કે સોડિયમ બોરેટને ઉધઇ હોય તેની પર છાંટી દો જેથી ઉધઇથી છૂટકારો મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો