ઓનલાઇન હનીટ્રેપની માયાજાળથી સાવધાન! યુવતીઓ વીડિયો કોલ કરી નિર્વસ્ત્ર થઈને રેકોર્ડિંગ કરી બ્લેકમેલ કરે છે…

બોલિવૂડના ઊભરતા સિતારા આયુષ્યમાન ખુરાનાની તાજેતરમાં જ આવેલી ડ્રીમગર્લ ફિલ્મે જબ્બર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં આયુષ્યમાન ફોન પર મદમસ્ત યુવતીના અવાજમાં વાત કરી સૌને દિવાના બનાવી દે છે. રમૂજી અંદાજમાં આયુષ્યમાનની આ વોઇસ મિમિક્રીથી ઘણાં શોખિનો ફોન પર વાત કરતા કરતા તેના પર ફીદા પણ થઇ ગયા હતા. જોકે, આ ફિલ્મમાં ડ્રીમગર્લ શોખીનોને માત્ર ગલગલિયા કરાવે છે પણ હવે રિઅલ લાઇફમાં ભેજાબાજો ડ્રીમગર્લ કોલિંગના નામે ઓનલાઇન હનીટ્રેપની જાળ બિછાવી રહ્યા છે.

છેલ્લાં બે વર્ષથી હનીટ્રેપના બનાવોમાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. મોટાં માથા કહો કે માલેતુજારોને હનીટ્રેપમાં ફસાવવામાં આવતા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. બદનામ કરવા, બદલો લેવા, કારકિર્દી ખતમ કરવા કે બ્લેકમેલ કરી ખંડણી પેટે મોટી રકમ પડાવી લેવા હનીટ્રેપનો કારસો ઘડાય છે. જેમાં યેનકેન પ્રકારે મોટા માથાને કોલગર્લના સંપર્કમાં લાવવામાં આવે છે. કોલ કરી મીઠી-મીઠી વાતો કરી ફ્લેટ પર બોલાવી લેવાય છે અને બાદમાં આ કોલગર્લના મળતિયા પોલીસનો સ્વાંગ રચી એન્ટ્રી પાડે છે અને બાદમાં કોલગર્લ સાથે અશ્લીલ ફોટાં પાડી બ્લેકમેલ કરી મોટી રકમ ખંડણી પેટે પડાવી લે છે. ઠગ ટોળકીની આ મોડસ ઓપરેન્ડી હવે જૂની થઇ ગઇ છે. હવે તેઓ ઓનલાઇન હનીટ્રેપ થકી પોતાના બદઇરાદા પાર પાડી રહ્યા છે.

ઓનલાઇન ડેટિંગ વેબસાઇટ્સ, સેક્સ ચેટિંગ પ્રોવાઇડ કરતી એપ્સ પર ઓનલાઇન હનીટ્રેપની જાળ બિછાવાઇ રહી છે. ઉપરાંત, વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર સર્ફિંગ કરતી વેળા વચ્ચે-વચ્ચે જે કુકીસ કહો કે એડ આવે છે તેમાં પણ હોટ યુવતીઓના ફોટોગ્રાફ્સ સાથે મોબાઇલ નંબર હોય છે. જેની સાથે બેંક એકાઉન્ટ ડિટેઇલ્સ પણ હોય છે. આ એકાઉન્ટમાં 500-1000 રૂપિયા જમા કરાવો એટલે તે યુવતીને વીડિયો કોલ કરી શકાય છે. જે વીડિયોમાં યુવતી ટોટલી ન્યુડ હોય છે અને સ્ક્રીન પર જે તે વ્યક્તિનો ફોટો પણ દેખાય છે. વીડિયો કોલની અશ્લીલ હરકતોનું આ યુવતીઓ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લે છે અને આ રેકોર્ડિંગ થકી બાદમાં બ્લેકમેલ કરી ખંડણી મંગાઇ છે. આ જ રીતે અખબારોમાં આવતી ફ્રેન્ડશિપ કલબની જાહેરાતોમાં મેમ્બરશીપના નામે શોખિનોને બરાબરના ફસાવવામાં આવે છેે. લોકલ, નોર્થ કે વિદેશી યુવતીઓ સાથે સેક્સ ચેટિંગની સાથે હોટલમાં મુલાકાત તથા અંગત પળો માણવા સેટિંગ કરી આપવાની સ્કીમ આપી મોટી રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાય છે. બાદમાં આ વાતચીતનું રેકોર્ડિંગ કરી બ્લેકમેલિંગ કરાય છે.

ઓનલાઇન ડેટિંગ વેબ અને સેક્સ ચેટિંગ પ્રોવાઇડ કરતી એપ્સમાં પણ યુવતીઓ વીડિયો કોલ કરી મીઠી-મીઠી વાતો કરી શોખિનોને ફસાવે છે. ત્યારબાદ ચાલું વીડિયો કોલમાં યુવતીઓ તબક્કાવાર અર્ધનગ્ન કે સંપૂર્ણ નગ્ન થઇ જાય છે. બીજી તરફ સ્ક્રીન રેકોર્િંડગ ચાલું હોય વીડિયો કોલમાં થયેલી અશ્લીલ હરકતો કે ચેટિંગ કેદ થઇ જાય છે. જે થકી આ યુવતીઓ બાદમાં શોખીનોને બ્લેકમેલ કરી નાણાં માંગે છે.

કિસ્સો-1

અડાજણના એક કાપડ વેપારીએ ડેટિંગ વેબસાઇટ પરથી મોબાઇલ નંબર મેળવી વીડિયો કોલ કર્યો હતો. અહીં યુવતી વેપારી સાથે ચેટિંગ કરતા કરતા ન્યુડ થઇ ગઇ હતી. યુવતીની અચાનક આ હરકતથી વેપારી દંગ રહી ગયા હતા. વીડિયો કોલની સ્ક્રીનમાં યુવતીની અશ્લીલ હરકતો સાથે વેપારીનો ફોટો પણ આવતો હોય યુવતીએ આ સ્ક્રીન રેકોર્ડિંગ કરી બ્લેકમેલિંગ શરૂ કર્યુ હતું. તેણી વેપારી પાસેથી અત્યાર સુધીમાં ત્રણેક વખત 10-10 હજાર પડાવી લીધા છે.

કિસ્સો-2

મોટાવરાછામાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો યુવક રંગીન મિજાજી છે. તે આ પ્રકારની વેબ કે એપ પર નિયમિત સર્ફિંગ કરે છે. સેક્સ ચેટમાં વિડિયો કોલિંગ વેળા કોલગર્લ તો ન્યુડ થઇ ગઇ હતી પણ આ યુવક પણ ન્યુડ થઇ બીભત્સ હરકતો હતો. જેથી કોલગર્લે વીડિયો કોલની આ હરકતોનું સ્ક્રીન રેકોર્િંડગ કરી લીધું હતંુ અને બાદમાં યુવકને આ રેકોર્ડિંગ મોકલી રૂપિયા 1 લાખની માંગણી કરી હતી. આ રેકોર્ડિંગ વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.

સેક્સટોર્શનથી બદનામીના ડરથી ચૂપ રહેવાને બદલે એક્શન લોઃ સાઇબર એક્સપર્ટ ડો.સ્નેહલ વકીલના

શહેરના જાણીતા સાઇબર એક્સપર્ટ ડો.સ્નેહલ વકીલનાએ જણાવ્યું કે, ઓનલાઇન ડેટિંગ વેબ, સેક્સ ચેટ કે ફ્રેન્ડશીપ કલબની જાહેરાતોથી દૂર રહેવું જોઇએ. આ પ્રકારની લોભામણી-લલચામણી જાહેરાતોથી લોકોને ફસાવવામાં આવે છે. આ પ્રકારના ક્રાઇમને સેક્સટોર્શન કહેવાય છે. સોશિયલ નેટવર્િંકગ સાઇટ્સ પર સર્ફિગ વેળા જે કુકીસ કહો કે આકર્ષક એડ આવે છે તેના પર પણ ક્લિક કરવાનું ટાળવું જોઇએ. આ પ્રકારની વલ્ગર ચેટિંગથી બદનામ થવા સાથે આર્થિક નુકસાન થવાનો ભય રહે છે. જો વ્યક્તિ આ સેક્સટોર્શનનો ભોગ બને તો બદનામી ડરથી ચૂપ રહેવાને બદલે તુરંત નજીકના પોલીસ મથક કે સાઇબર ક્રાઇમ એક્સપર્ટનો સંપર્ક કરવો જોઇએ એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો