ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોના સામેની જંગમાં આપ્યું 51 કરોડ રૂપિયાનું દાન

કોરોના વાયરસ સામે ચાલી રહેલા જંગમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ જોડાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે વડાપ્રધાનના સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલિફ ઈન ઈમરજન્સી સિચ્યુએશન્સ (પીએમ-કેર્સ)માં 51 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

બીસીસીઆઈએ એક યાદીમાં જણાવ્યું છે કે બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને બોર્ડના અધિકારીઓ તથા રાજ્ય એસોસિયેશનોએ વડાપ્રધાનના રાહત ફંડમાં 51 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. બોર્ડ દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષમતાઓને વધારે મજબૂત કરવા અને કોવિડ-19 સામેના જંગમાં તથા દેશવાસીઓના રક્ષણ માટે આ યોગદાન આપી રહ્યું છે.

બોર્ડે જણાવ્યું છે કે, બીસીસીઆઈ અને સ્ટેટ એસોસિયેશન ભારત સરકાર, રાજ્ય સરકારો અને રાજ્યોની અન્ય સંસ્થાઓ સાથે મળીને કામ કરશે. કપરા સંજોગોમાં બોર્ડ અને સ્ટેટ એસોસિયેશન રાજ્યની સંસ્થાઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

નોંધનીય છે કે શનિવારે સુરેશ રૈનાએ 52 લાખ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી હતી. જ્યારે શુક્રવારે સચિન તેંડુલકરે વડાપ્રધાન રાહત ફંડ અને મહારાષ્ટ્ર રાહત ફંડમાં 25-25 લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત અન્ય રમતોના ખેલાડીઓ સ્પ્રિન્ટર હિમા દાસ, શટલર પીવી સિંધુ, રેસલર બજરંગ પૂનિયા તથા ભૂતપૂર્વ સુકાની અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ દાન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો