આકરી મહેનત થકી નાની ઉંમરે યુવાઓનાં યુથ આઇકોન બન્યાં બટુકભાઇ મોવલીયા

નામ: બટુકભાઈ ફૂલાભાઈ મોવલીયા
જન્મ તારીખ: 04 ફેબ્રુઆરી 1979
ગામ: ચારણ સમઢિયાળા, તા. જેતપુર, જીલ્લો: રાજકોટ…

સંસ્થા:

પ્રમુખશ્રી : ભોજલધામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત.
ટ્રસ્ટીશ્રી: સૌરાષ્ટ્ર પટેલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ.

ટ્રસ્ટીશ્રી: પટેલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દૈવભુર્મી દ્વારકા.
ટ્રસ્ટીશ્રી: પટેલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નાથદ્વારા.

સામાજિક ક્ષેત્રે:

સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના ગામ ચારણ સમઢિયાળામાં જન્મેલા એવા શ્રી બટુકભાઈ મોવલીયા હાલ સુરત, પોતાના વતનને આટલી નાની ઉમરની અંદર સારા એવા કાર્ય જવા કે આદિવાસી સમાજના સમૂહલગ્ન, વિકલાગ બાળકોની ફ્રી સારવાર, માં કે બાપ ન હોય તેવી તેવી દીકરીઑના લગ્ન તથા સામાજિક કાર્ય, શિક્ષણ કાર્ય, ધાર્મિક કાર્ય કે પછી સામજીક સંસ્થાનેં અમુલ્ય ફાળો આપવામા હમેશા તત્પર રહે છે.. સુરતની અંદર ભોજલરામ સેવા સંસ્થા પણ ચલાવે છે આ સંસ્થાની અંદર જલારામ અન્નક્ષેત્ર તેમજ ભોજલરામ પાણીની પરબ તેમજ ગરીબ બાળકોની સ્કૂલ ફી જેવા કર્યો પણ હાલ કરી રહ્યા છે . પોતાના ગામની અંદર શાળા, ગૌશાળા મંદિર, સ્મશાન ભૂમિ તેમજ આજુબાજુ વિસ્તાર ના પશુ-પક્ષીઑ માટે પીવાના પાણીના પરબ બંધાવેલ છે.
ડીસેમ્બર ૨૦૧૭માં પી.પી.સવાણી ગ્રુપ અને ભોજલરામ ટ્રસ્ટ દ્વારા રપ૧ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઑના લગ્ન કરાવી દરેક જવાબદારી નિભાવશે.

આકરી મહેનત થકી નાની ઉંમરે યુવાઓનાં યુથ આઇકોન બન્યાં બટુકભાઇ મોવલીયા

સામાન્યત સજાગામા અક બાળકનુ યાગ્ય ઘડતર માતા- પિતા અને પરિવારના અન્ય લોકોની હૂંફ અને માવજતથી થાય છે….પરંતુ, જયારે પરિવારનુ થડ એવા પિતાની છત્રછાચા નાનપણમા બાળક ગુમાવી બેસે છે ત્યારે તેના વિકાસમા અનેક અડચણો આવતી હોય છે. પિતાના ખંભે બેસીને દુનિયાને નજીકથી જોવાની  શરૂઆત કરનાર એક બાળક પિતાની આંગળી પકડીને દુનિયામાં પ્રવેશ કરે છે અને પિતાના પડછાયામાં કારકિર્દી ઘડતરની શરૂઆત કરે છે. આ સજોગોમાં બાળક ઉત્તમ ભવિષ્યના સપના સરળતાથી જોઈ શકે છે. ખાસ તો કિશોર અવરથામાં જ બાળકની કારકિર્દી ઘડતરની શરૂઆત થઇ જતી હોય છે. પરંતુ, રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામમા ચોથી, જાન્યુઆરી ૧૯૭૯માં જન્મેલા બટુકભાઈ ફૂલાભાઈ મોવલીયા આટલા નસીબદાર નથી. નાનપણમા જ પિતાની છત્રછાચા ગુમાવ્યા બાદ સખત મહેનત થકી માતા અને પરિવારનાં અન્ય સભ્યોના સાથ સહકારથી નાની ઉંમરે યુવાઓના આઇકોન બનીને ઉભરી આવ્યા છે.

પરિશ્રમ એ જ પારસમણીની કહેવત બટુકભાઈએ યથાર્થ ઠેરવી છે. પ્રાથમિક શિક્ષણ માદરે વતન ચરણ સમઢીયાળામાં પુરૂ કર્યા બાદ ધોરણ ૮ થી દસ સુધીનો અભ્યાસ વડીયા અને સુરગવાળા હાઇસ્કૂલમાં બટુકભાઈ એ કર્યો છે. ખેતીનું કામ કરતાં પરિવાર આમ ટો આર્થિક રીતે સંપન્ન ના હતો. એવામાં બટુકભાઈ જીવનનાં અથારમાં વર્ષ પ્રવેશ કરે તે પહેલાં પિતાજીનાં અચાનક મૃત્યુથી પરિવાર પર અણધારી આફત આવી ચડી હતી. અણધાર આફતમાંથી બહાર નીકળવા માટે બટુકભાઈ એ અભ્યાસને અધવચ્ચે છોડીને આવકનાં સ્રોત ઉભો કરવા કામગીરી શરુ કરી દીધી હતી.

બટુકભાઈને મળવાનું થાય છે. લેખકને ચોક્કસ એક વાતનો ખ્યાલ હતો કે નાની ઉમરે યુવાઓના આદર્શ બનનાર વ્યક્તિએ કંઇક અલગ અને અનોખા કાર્યો હશે. ઝૂલા પર બેસીને માંડીને પોતાની વાત કરતાં બટુકભાઈ કહે છે કે કિશોર અવસ્થામાં પિતાનાં મૃત્યુ પછી આવકનું કોઈ સાધન અમારા પરિવાર પાસે નહતું. કોઇપણ બાળકના જીવનમાં પિતાની હાજરી ખુબ અગત્યની છે. બાળક પોતાના સપના પિતાની નજરે જુએ છે. મારા પિતાજીનાં અચાનક મૃત્યુ બાદ ઘરની સઘળી જવાબદારી નાના ખંભા પર આવી પડ્યું છે. પિતાજીનાં અવસાનથી ઘરની આર્થિક પડી ભાંગી હતી. ઘરની તિથિ સુધારવા માટે કામ-ધંધો કરવો અત્યંત જરૂરી હતું. આર્થિક પરીસ્થિતિનાં કારણે ઉચ્ચ શિક્ષણનાં સપનાને બાજુએ રાખવા પડે તેમ હતા. આ બાબતનો મને કોઈ અફસોસ નથી. કારણકે જો કદાચ હું ચોક્કસ કાર્યક્ષેત્રનો અભ્યાસ કર્યો હોત તો એક જ વર્તુળમાં બંધાયો હોય તેવું બની શકે. આજે મને આગળ વધવા માટે કોઈ બંધન નથી. મારું માનવું છે કે સાહસ ખેડનારને જ જીવનમાં ચોક્કસ લક્ષયાંક હાંસલ થઇ શકે છે. આ માટે પરિવારનાં લોકોનો સાથ સહકાર પણ મહત્વનો બની રહે છે મને પરિવાર તરફથી મોટો સાથ સહકાર મળ્યો અને મોકળા મેદાન થકી આજે જીવનમાં સંતોષકારક મુકામ હાંસલ થઇ શક્યું છે. જો કે હજુ ઘણું કરવાનું બાકી છે. પરંતુ, એક વાત ચોક્કસ કે શિક્ષણ પણ એટલું જ મહત્વનું છે. શિક્ષણનું મંહત્વ કડી પણ ઓછું આકી શકાય નહિ. પરંતુ, દરેક વ્યક્તિનાં કિસ્સામાં મારા જેવી પરીસ્તિથિ હોતી નથી. વ્યક્તિએ આત્મવિશ્વાશથી આગળ વધવું જોઈએ પણ સાથે પ્રમાણિકતા રાખવી જોઈએ. જીવનમાં ભણતર કરતાં પણ ગણતર અતિ મહત્વનું છે. વ્યક્તિનાં ગણતર પર જ તેનો બધો આધાર રહેલો છે.

વર્ષ ૧૯૯૯ માં સુરત આવ્યો હતો ત્યારે હીરા ઘસવાનું કામ શીખવાની શરૂવાત કરી હતી. સુરતમાં આવીને મોટાભાગનાં લોકો હીરાનાંકામથી શરૂઆત કરે છે. મેં પણ આ જ પ્રમાણે શરૂઆત કરી હતી. બાળપણથી જ સાહસ ખેડવાની પ્રેરણા અને પરિવારમાંથી માળી હતી. આથી હીરાનું કામ ન ફાવ્યું એટલે શું થયું મેં કાપડઉધોગમાં આગળ વધવાનું નક્કી કર્યું અને આજે કાપડઉદ્યોગમાં માત્ર એક ડાઈંગ મિલ ક કારખાનું નાખીને બેસી રહે તેમના નથી.

કાપડઉધોગમાં બરોબર તપ કર્યા બાદ બાંધકામના વ્યવસાયમાં ઝંપલાવવાનું શરૂઆત કરી હતી. બાંધકામના એક નાના પ્રોજેકટથી કામગીરી શરુ કરનાર બટુકભાઈ આજે સુરત અને આજુબાજુનાં વિસ્તારનાં લોકોને એફોટેબલ હાઉસિંગ આપવાની દિશૉમાં વિચારી રહ્યા છે. તેમનું માનવું છે કે જીવન માં તમારો ધ્યેય નક્કી હોવો જોઈએ. ફારર્કીદી દોઢ દાયકામાં બાંધકામ અને કાપડ ઉધોગ માં સમાજ માં ટોચનું સ્થાન હાંસલ કરનાર બટુકભાઈ સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરેવાનું ચુક્યા નથી.

એક સમય એવો હતો કે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ આવકનું કોઈ સાધન નધરાવનાર બટુકભાઈ અને તેનાં પરિવાર માટે જીવન જીવવું મુશ્કેલ બન્યું હતું. કાકાના માર્ગદર્શન અને માતાના આશીર્વાદથી તે જીવનમાં પોતે નક્કી કરેલા લક્ષાંક સુધી પહોચવામાં સફળ રહ્યા હતા. સમાજનું ઋણ ચુકવવામાં પાન બટુકભાઈ પાછળ રહ્યાં નથી. સમાજ સેવાર્થી શરૂઆત બટુકભાઈ એ દાયકા અગાઉથી કરી છે. વર્ષ ૨૦૦૫ ભોજલરામ સંસ્થા સ્થાપીને ભૂખ્યો ભોજન કરાવવાનું અનોખું કાર્ય તેમને ઉપાડ્યું છે. દૈનિક બપોરે અને સાંજે ૨૦૦ લોકોને જમવાનું આ સંસ્થા પુરૂ પડે છે. અત્યાર સુધી સુમુહ લગ્ન ના માધ્યમ થકી ૪૦૪ કન્યાના લગ્ન તેમને કરાવ્યા છે. આગામી વર્ષોમાં પિતા વિહોણી કન્યાઓના લગ્ન ધામધુમથી કરાવવાનું વચન બટુકભાઈ આપ્યું છે.

* યુવાનો વિશે વાત કરતાં ધીરગંભીર મુદ્રામાં બટુકભાઈ કહે છે કે જીવન માં ચઢાવ અને ઉતાર બધાને આવે છે. બસ વ્યક્તિતેનાં આદર્શોને સાથે રાખીને આ ચઢાવ અને ઉતરમાં કાર્ય કર્યે જવાનું હોય છે.હું ચોક્કસપણે માનું છું કે શિક્ષણથી વધુ મહત્વનું મારે જીવન માં શિક્ષણથી વંચિત રેહવું પડ્યું છે. પરંતુ જરૂરિયાત માંડ વિદ્યાર્થીઓ શિક્ષણ થી વંચિત ન રહે કે માટે કઈક અલગ કાર્ય ફરવાની ઈચ્છા છે. જો કે શિક્ષણ થી વધુ મહત્વનું વ્યક્તિનું ગણતર છે. મને જીવન માં આદર્શ ગણતરના પાઠ ભણવાની તક મળી છે. માતા મારા જીવન ના આદર્શ છે. તેમના સંસ્કારો પાકી આજે આ જગ્યા ઈ પહોચી શકાયું છે.યુવાનોએ માતા-પિતાએ આપેલા સંસ્કારો થકી જીવનમાં કારકિર્દી ઘડતર કરવું જોઈએ. અત્યાધુનિક ચીજવસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરીને નક્કી કરેલા લક્ષાંકો હાંસલ કરવા જોઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો