સુરતમાં મહિલા પ્રોફેસરનો આપઘાત: સાત વર્ષ પહેલા થયા હતા પ્રેમ લગ્ન, અઢી વર્ષના પુત્રએ માતાની છત્રછાંયા ગુમાવી

રાજ્યમાં દરરોજ આપઘાત (Surat suicide case)ના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ડાયમંડ શહેર (Diamond city) તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધ સુરત શહેરમાં કોરોનાને કારણે લૉકડાઉન (Lockdown) બાદ આપઘાતના અનેક બનાવો નોંધાયા છે. હવે સુરતના એક મહિલા પ્રૉફેસરે (Surat woman professor ends life) પારિવારિક ઝઘડા કે પછી માનસિત તાણ અનુભવીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનારા મહિલા પ્રૉફેસર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા હતા અને બારડોલી નજીક આવેલી માલિબા કોલેજમાં MSC વિભાગમાં પ્રૉફેસર તરીકે કામ કરે છે. એવી પણ વિગતો સામે આવી છે કે આપઘાતના એક દિવસ પહેલા જ તેઓ પતિ સાથે ફરવા માટે સાપુતારા ગયા હતા. આ ઉપરાંત આપઘાત પહેલા તેમણે હાથની નસ કાપી લેવાની ચીમકી આપીને માતાને ઘર બહાર મોકલી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મૃતક મહિલા પ્રૉફેસરનું નામ ફોરમ છે. જેમના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. પરિવારનું કહેવું છે કે મહિલા પ્રૉફેસર છેલ્લા કેટલાક વર્ષથી માનસિક તાણ અનુભવતા હતા. આ મામલે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. એવી પણ જાણકારી મળી છે કે મહિલા પ્રૉફેસરે આ પહેલા પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રીજી વખત તેમણે હાથ પર બ્લેડ મારીને બાદમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

સંતાનમાં અઢી વર્ષનો પુત્ર
મૃતક ફોરમબેન બાવેજા (ઉ.વ.)એ સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્ન જીવનથી તેમને સંતાનમાં અઢી વર્ષનો પુત્ર છે. જેઓ બારડોલીની માલિબા કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રૉફેરસ તરીકે કાર્યરત હતા. એવી પણ માહિતી મળી છે કે લગ્ન પહેલાથી તેઓ ડિપ્રેશનની બીમારીથી પીડિતા હતા. આ માટે તેમની સારવાર પણ ચાલી રહી હતી. ડિપ્રેશનમાં જ આવીને તેમણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ફોરમબેને ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમના પતિ અંકિત કાપડના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેઓ મૂળ હરિયાણાના હોવાનું જાણવા મળ્યું છે.

આપઘાત કરી લેનાર ફોરમબેન તેમના પતિ સાથે એક દિવસ પહેલા જ ફરવા માટે ગયા હતા. એવી પણ માહિતી મળી છે કે ફોરમબેનના માતા તેમના ઘરે રહેવા આવ્યા હતા. આપઘાત પહેલા ફોરમબેને તેમના માતાને ઘર બહાર જવાનું કહ્યું હતું. માતાએ બહાર જવાનો ઇન્કાર કરતા તેમણે હાથની નસ કાપી લેવાની ચીમકી આપી હતી. જે બાદમાં માતા બહાર ગયા હતા. આ દરમિયાન તેમણે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. ફોરમબેનના આપઘાતને તેમના અઢી વર્ષના દીકરાએ માતાની છત્રછાંયા ગુમાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો