અમદાવાદનાં શ્યામ શિખર ટાવરમાં લાગી પ્રચંડ આગ, સોના-ચાંદી અને મોબાઈલ સહિતની 20થી વધુ દુકાનો બળીને ખાખ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખરમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. જેમાં મોબાઇલની 20 દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. ઘટનાની જાણકારી મળતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને થોડી જ મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામા આવ્યો હતો.
આ ટાવરમાં નીચે મોબાઇલ અને એસેસરીઝની દુકાનો આવેલી છે. જ્યારે ઉપરની તરફ રહેણાંક મકાનો આવેલા છે. આ આગને કારણે દોડધામ મચી ગઇ હતી. સારી વાત એ છે કે, આ આગને કારણે કોઇપણ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
એડિશનલ ચીફ ફાયર ઓફિસર, રાજેશ ભટ્ટે આ અંગે વાત કરતા જણાવ્યું કે, ટાવરમાં આવેલા શોપિંગ સેન્ટરમાં આગ લાગી છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે, આ આગ ઇલેક્ટટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે લાગી કે ચાની એક દુકાન છે ત્યાંથી લાગવામાં આવી હતી. ચાની દુકાનમાં એલપીજી ગેસ વપરાતો હતો કે નહીં કે પછી ચા બનાવવામ માટે ચુલો ચાલુ હતો ત્યાંથી આગ લાગી આ તમામ કારણોની તપાસ કરવામાં આવશે. એફએલએલને પણ જણાવવામાં આવ્યું છે. તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. અહીંની દુકાનોના સાઇન બોર્ડ એક્રેલિક મટિરિયલના હતા જેમાં આગ લાગવામાં ફાળો છે. દુકાનોની બહારના ભાગે નુકસાન વધુ છે પરંતુ મહદઅંશે દુકાનની અંદરના ભાગે નુકસાન ઓછું છે. દુકાનો બધી એકબીજાને અડીઅડીને છે અને એક્રેલિક સાઇન બોર્ડને કારણે આગ ફટાફટ લાગી છે. ફાયર સેફ્ટીના સાધનો અંગે પણ તપાસ કરવામાં આવશે. ટાવરના ઉપરના ભાગમાં આ સાધનો છે.
આ આગ વહેલી સવારમાં લાગવાને કારણે આ દુકાનોમાં મહત્તમ લોકો આવ્યા ન હતા. આ ઉપરાંત આજે રવિવાર હોવાને કારણે પણ દુકાનોમાં લોકો હાજર ન હતા.
આ આગ એટલી પ્રચંડ હતી કે, આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાયા હતા. આગની જાણ થતા આસપાસનાં વિસ્તારના લોકો પણ ત્યાં જોવા માટે આવી ગયા હતા.
એક અનુમાન પ્રમાણે દુકાનદારોને લાખોની ભીતિ થયાનું સામે આવ્યું છે. આગના સમાચાર મળતા જ દુકાન માલિકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

