સુરતમાં વ્યક્તિએ ગાડીના બે હપ્તા ન ભરતા બેંકે તેની કાર જપ્ત કરી વેચી નાખી, ગ્રાહક સુરક્ષા કોર્ટે વ્યક્તિએ ભરેલા રૂપિયા વ્યાજ સહિત પાછા આપવા કર્યો હુકમ

સુરતની એક વ્યક્તિ લોન પર લીધેલી કારના બે હપ્તા ન ભરી શકતા બેંકે તેની કાર કબજે કરી લીધી હતી. જેની સામે એ વ્યક્તિએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. જેના પર ગ્રાહક સુરક્ષા કોર્ટે બેંકની કાર્યવાહીને ગેરકાયદે ગણાવી ગ્રાહકે ભરેલા ડાઉન પેમેન્ટ અને હપ્તાની કુલ રૂ. 2.01 લાખની રકમ વાર્ષિક 7 ટકાના વ્યાજ સહિત ચૂકવી આપવા બેંકને હુકમ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના પાલનપુર જકાતનાકા ખાતે રહેતા જિગ્નેશ હીરાલાલ દસ્તાનીયાએ એચડીએફસી બેંક પાસેથી ટોયોટા ક્વોલીસ કાર ખરીદવા માટે રૂ. 3.01 લાખની લોન લીધી હતી. જેના ડાઉન પેમેન્ટ પેટે તેમણે રૂ. 1.03 લાખ ચૂકવી બાકીની રકમની લોન લીધી હતી. જેના માસિક 8,880 લેખે કુલ 36 હપ્તા તેમણે ભરવાના નક્કી થયા હતા. જિગ્નેશ 11 હપ્તા નિયમિત ચૂકવ્યા બાદ ધંધામાં મંદી આવવાથી તથા પિતાની બીમારીના કારણે બે હપ્તા ચૂકવી શક્યા ન હતા. જિગ્નેશના કહેવા મુજબ, જે અંગે તેમણે બેંકને જાણ કરતા બેંકે કમાઈને રૂપિયા આપશો તો ચાલશે તેમ જણાવ્યું હતું.

જોકે, ત્યારબાદ 31મી જાન્યુઆરી, 2008એ બેંકના માણસો જિગ્નેશના ઘરે આવ્યા હતા અને ધાકધમકી આપી કાર લઈ ગયા હતા. જિગ્નેશની ફરિયાદ મુજબ, આ ઘટનાથી તેમના બીમાર પિતાનું આઘાત લાગતા 18 ફેબ્રુઆરી, 2008એ તેમનું નિધન થઈ ગયું હતું. પિતાના નિધનના થોડા દિવસો બાદ જિગ્નેશે ફરી બેંકનો સંપર્ક કર્યો હતો. ત્યારે બેંકે તેમને જણાવ્યું કે, તેમની કાર 2.20 લાખમાં બારોબાર વેચી નાખી છે અને એ રુપિયા લોનની બાકી રકમ 2.93 લાખમાં જમા લઈ લીધા છે. બેંકે તેમને બાકીના 93,311 રૂપિયા વ્યાજ સહિત ફરવા માટે નોટિસ પણ આપી.

જેથી જિગ્નેશે બેંકની ગ્રાહક સેવામાં ખામી બદલ પોતે ભરેલા ડાઉન પેમેન્ટ અને હપ્તાની રકમ વ્યાજ સહિત પાછી આપવા માગ કરતી અપીલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કરી હતી. જેની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે, બેંક દ્વારા સિક્યોરિટી પેટે આપેલા ચેકનો ખોટો દુરુપયોગ કરી ફરિયાદની કારને ગેરકાયદે લઈ જઈને બરોબાર વેચી નાખી અયોગ્ય રીત અપનાવી છે. ગ્રાહક કોર્ટે જિગ્નેસના વકીલ પ્રીતિ જોશીની આ દલીલ માન્ય રાખતા ફરિયાદીએ ચૂકવેલી રકમ વ્યાજ સહિત પાછી આપવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે પોતાના હુકમમાં કહ્યું કે, બે હપ્તા ચૂકી જવાના કેસમાં વાહનનો કબજો લેવાનું બેંકનું કૃત્ય ગેરકાયદે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો