બાંગ્લાદેશ ગેરકાયદે ભારતમાં રહેતા તેમના નાગરિકોને પાછા બોલાવશે, બાંગ્લાદેશે ભારતને અપીલ કરી કે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોનું લિસ્ટ જાહેર કરે

બાંગ્લાદેશે ભારતને અપીલ કરી છે કે તે ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોનું લિસ્ટ જાહેર કરે. વિદેશમંત્રી અબ્દુલ મોમેને રવિવારે કહ્યું કે, સરકાર ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોને પાછા બોલાવશે અને તેમને વસવાટ કરવાની મંજૂરી આપશે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સારા છે અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશીપ (NRC)ના કારણે તેની પર કોઈ અસર નહીં પડે. મોમેનના જણાવ્યા પ્રમાણે, ભારત પહેલાથી જ NRCને આંતરિક મુદ્દો ગણાવી ચુક્યો છે. એવામાં બાંગ્લાદેશની તેની પર કોઈ અસર નહીં થાય.

ભારત તરફથી બળજબરીપૂર્વક બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે એવા અહેવાલોને પણ બાંગ્લા વિદેશમંત્રીએ ખોટા ગણાવ્યા હતા. મોમેને કહ્યું કે, જો બાંગ્લાદેશના નાગરિકો સિવાય અન્ય કોઈ બાંગ્લાદેશમાં ઘુસવાનો પ્રયાસ કરશે, તો અમે તેને પાછા મોકલી દઈશું. તેમણે જણાવ્યું કે, નવી દિલ્હી પાસે ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોની યાદી જાહેર કરવાની માંગ કરી છે.

અમે તમામ નાગરિકોને પાછા આવવાની તક આપીશું.

ભારતનો પ્રવાસ રદ કરવા અંગેનું કારણ જણાવતાં મોમેને કહ્યું હતું કે,તેમનો પ્રવાસ અને બાંગ્લાદેશનો વિજયદિવસ એક સાથે જ આવી રહ્યા છે. આ ઉપરાંત વિદેશ રાજ્યમંત્રી શહરયાર આલમ પણ દેશમાં હાજર ન હતા, આ કારણે ભારતની મુલાકાતનું આયોજન રદ કરવું પડ્યું.

આ પહેલા મળતી માહિતી પ્રમાણે, બાંગ્લાદેશના વિદેશ અને ગૃહ મંત્રી અસદુજ્જમાન ખાને ભારતના નાગરિકતા સંશોધન કાયદાના કારણે ભારતની મુલાકાત રદ કરી છે. જો કે, આ અંગે બાંગ્લાદેશ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

બાંગ્લાદેશે આસામમાં NRC અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે

આસામમાં NRC લિસ્ટ બનાવવાના ભારત સરકારના નિર્ણય અંગે પણ બાંગ્લાદેશે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, ત્યારે કહેવાયું હતું કે, આ ભારતનો આંતરિક મુદ્દો છે. NRCમાં લગભગ 3.3 કરોડ લોકોએ અરજી કરી હતી. જેમાંથી 19 લાખ લોકોને છેલ્લા NRC લિસ્ટમાંથી બહાર કરી દેવાયા હતા. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આ મુદ્દાને ન્યૂયોર્કમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ ઉઠાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો