થિયેટરમાં રાષ્ટ્રગીત વાગવા પર ઉભુ ન થવું પરિવારને પડ્યું ભારે, સિનેમા હોલમાં હાજર લોકોએ ભગાડી મૂકાયા

સિનેમા હોલમાં જ્યારે રાષ્ટ્રગીત શરૂ થયું તો એક પરિવાર રાષ્ટ્રગીતના સમ્માનમાં ઉભુ ન થયું. તે બાદમાં હોલમાં રહેલા લોકોએ આ પરિવારની સાથે ખરાબ વ્યવહાર કર્યો આ આખી ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે રાષ્ટ્રગીત દરમિયાન પોતાની સીટ પરથી ઉભા ન થવા પર હોલમાં રહેલા લોકો આ પરિવાર સાથે ઝઘડે છે.

પરિવારના સદસ્ય અને લોકો વચ્ચે જોરદાર તૂતૂમેંમેં થઇ. મળતી માહિતી પ્રમાણે આ ઘટના 23 ઓક્ટોબરની છે . બેગ્લુંરુના સિનેમા હોલમાં થયેલી આ ઘટનાનો વીડિયો અત્યાર સુધી ઘણા લોકોએ જોયો છે. આ વીડિયોને કન્નડ ફિલ્મોની અભિનેત્રીએ BV Aishwariyaએ તેના ફેસબુક પેજ પર શેર કર્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો Malleshwaram orion mall pvrનો છે. વીડિયોમાં અભિનેત્રી કન્નડ ફિલ્મોના એક અન્ય એક સ્ટાર Aru gowdaની સાથે નજરે પડી રહી છે. જેમા તે દરમિયાન સિનેમા હોલમાં સુપર સ્ટાર ધનુષની ફિલ્મ ચાલી રહી હતી. ભિનેત્રીએ આ વીડિયો શેર કરતા લખ્યું છે કે દેશના કેટલાક કથિત નાગરિકોને રાષ્ટ્રગીત વાગવા પર ઉભા થવાથી ઇન્કાર કરી દીધો છે. અમે લોકોએ તે લોકોને એન્ટી ઇન્ડિયન્સ ગણાવ્યા શુ તમારામાં હિમ્મત છે.

આ વીડિયોમાં નજરે પડી રહેલા Aru gowda રાષ્ટ્રગીત પર પોતાની સીટ પર ઉભા ન થનાર પરિવારના લોકો તરફ ઇશારો કરી રહ્યા છે. અને કહે છે કે રાષ્ટ્રગીત વાગવા પર પણ આ લોકો ઉભા થયા નથી. જ્યારે અમે પુછ્યું કે આવું કેમ? ત્યારે આ લોકો અમને પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ કરવા અંગે કહે છે. વીડિયોમાં જોઇ શકો છો કે અભિનેતા વારંવાર કહે છે કે આ લોકોના ચહેરા જુઓ. જ્યારે અન્ય એક પુરૂષ કહે છે કે આ લોકો દેશ માટે 52 સેકન્ડ પણ નથી આપી શકતા અને અહીં 3 કલાક બેસીને ફિલ્મ જોઇ શકે છે.

હંગામો કરી રહેલા લોકો આ પરિવારને સવાલ કરે છે કે શુ તમે પાકિસ્તાની છો. આ સવાલ પર સીટ પર બેસેલી એક મહિલા કહે છે કે મને આશ્ચર્ય થાય છે કે હિન્દુસ્તાનીનું ઉલટું પાકિસ્તાની થાય છે. આ ગ્રુપ આ પરિવારને કન્નડ ભાષામાં અપશબ્દો પણ બોલી રહ્યું છે. આ વચ્ચે અભિનેત્રી આ પરિવારને કહે છે કે તમે ઉભા નથી થઇ શકતા તો અહીંથી બહાર જતા રહો.

આ મામલમાં અભિનેતાએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા અભિનેતાએ કહ્યું કે આ વિવાદ એટલા માટે થયો કારણકે આ લોકએ આર્મીનો અનાદર કર્યો હતો.આ ખૂબ ખરાબ હતું કે જ્યારે સિનેમા હોલના પડદા પર રાષ્ટ્રીય ધ્વજ આવ્યો અને રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે પણ આ પરિવાર આરામથી પોતાની ખુરશી પર બેસી પલાઠી વાળીને બેસેલું હતું અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યું હતું. તમને જણાવી દઇએ કે આ મામલે અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં કોઇ ફરિયાદ કરવામાં આવી નથી પોલીસનું કહેવું છે કે વીડિયોની તપાસ થશે બાદમાં જ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો