બનાસકાંઠામાં 12 વર્ષીય સગીરા સાથે હૃદય કંપાવી દે તેવી બર્બરતા, ફોઈના દિકરાએ મુકબધીર સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગળુ કાપીને ક્રૂરતા પૂર્વક કરી હત્યા

બનાસકાંઠામાં ભાખર ગામ પાસે ડીસાના શિવનગરની એક મૂકબધીર 12 વર્ષીય કિશોરીની ઘાતકી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મૂકબધીર કિશોરી ગઈકાલે સાંજે ગુમ થયા બાદ આજે તેનું ગળું કાપીને ધડથી માથું 20 ફૂટ દૂર ફેંકી દેવાયેલી હાલતમાં હત્યા થયેલી લાશ મળી આવતાં જ દાંતીવાડા પોલીસ સહિત ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દરમિયાન એક શખ્સના બાઈક પર સવાર ગુમ કિશોરી દેખાઈ છે. આજે સવારે ગળું કપાયેલી હાલતમાં બાળકીની લાશ મળી આવતા લોકોના ટોળેટોળા ડુંગરાળ વિસ્તારમાં ઉમટી પડ્યા હતા. સીસીટીવીમાં બાળકીને બાઈક પર બેસાડી લઈ જતો એક શખ્સ કેદ થયો હતો. બાળકીની લાશ મળી આવતા રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ડીસાના શિવનગરમાં રહેતી 12 વર્ષીય મૂકબધિર કિશોરી શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ગુમ થતાં ડીસા ઉત્તર પોલીસ મથકે ગુમ થયા અંગે જાણ કરાઇ હતી. જેને પગલે હરકતમાં આવેલી પોલીસે મોડી રાત્રે હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં આ મૂકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો યુવક દેખાયો હતો. તો શનિવારે વહેલી સવારે દાંતીવાડાના ભાખર ગામ પાસે અવાવરુ પહાડી વિસ્તારમાંથી આ 12 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનું ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં હડકંપ મચી ગયો હતો. કિશોરીનું ધડથી અલગ કરી દીધેલું માથું 20 ફૂટ દૂરથી મળી આવ્યું હતું. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, મહિલા આયોગનાં સભ્ય રાજુલબેન દેસાઈ તેમજ માળી સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા. તળાવમાં મનરેગાની કામગીરી ચાલતી હોઇ મજૂરો શનિવારે સવારે આઠ વાગે રસ્તે નીકળતા વચ્ચે આ કિશોરીનો મૃતદેહ માથા વગરનો જોયો હતો.

મૃતક અને આરોપી મામા-ફોઇના બાઇ-બહેન

ડીસાના શિવનગરમાં રહેતી નિર્ભયા (નામ બદલેલ છે) અને આરોપી નીતિન માળી સગા મામા-ફોઇનાં ભાઇ-બહેન હતાં. હત્યારાએ તમામ પ્રકારની હદ વટાવી સગા મામાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ પોતાનું પાપ છુપાવા તેની હત્યા કરી નાખતાં ચોતરફ ફિટકારની લાગણી વ્યાપી છે.

કમરની ડાબી બાજુએ ઇજાઓ છે

ડીસા સિવિલમાં પેનલ ડોકટર દ્વારા પીએમ કરાયું છે. લાશ સડવાની પ્રક્રિયા ચાલુ થઈ નથી. હત્યા 24 કલાક પહેલાં થઈ હોવાનું અનુમાન લગાવી શકાય. વિશેરા લઈ ડીએનએ ટેસ્ટ માટે કાર્યવાહી કરાઇ છે. કમરના ભાગે ડાબી બાજુએ ઇજા મળી છે.

તળાવમાં મનરેગાની કામગીરી ચાલતી હોઇ મજૂરો શનિવારે સવારે આઠ વાગે રસ્તે નીકળતા વચ્ચે આ કિશોરીનો મૃતદેહ માથા વગરનો જોયો હતો. જેની તાત્કાલિક જાણ ગામના ડેપ્યુટી સરપંચ અંદરસિંહ વાઘેલાને કરી હતી. જેમણે બાદમાં પોલીસને જાણ કરી ઘટના સ્થળે બોલાવી હતી.

નરાધમ શખ્સે અગાઉ કિશોરીની બહેનનો પણ હાથ પકડ્યો હતો
આરોપી પાસે પહેલેથી જ લાંબી છરી હોવી જોઇએ. ઘટના બાદ તે સીધો ઘરે જ ગયો હતો. પોલીસે કબજે લીધેલા કપડાં પર લોહીના ડાઘ જોવા મળ્યા છે. સ્થળેથી મળેલા ગ્લાસ ઉપર પણ ફિંગરપ્રિન્ટ જોવા મળી છે. પૂછપરછમાં આરોપીએ અગાઉ પણ મૃતકની બહેનનો હાથ પકડ્યો હતો. તરુણ દુગ્ગલ, એસપી

આરોપી નું નામ
નીતિન કિશોરભાઇ માળી (24) રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, ડિમ્પલ ટોકીઝ પાછળ, ડીસા

રેપ કર્યા બાદ તેનો ગુનો છતો ન થાય તે માટે તિક્ષ્ણ લાંબી છરી વડે ગળું કાપી હત્યા કરી : કૌશલ ઓઝા, ડીવાયએસપી, ડીસા
12 વર્ષીય કિશોરીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઇ છે, પ્રાથમિક પૂછપરછમાં નીતિન કિશોર માળી (24)એ કબૂલાત કરી છે કે કિશોરીનો રેપ કર્યા બાદ તેનો ગુનો છતો ન થાય તે માટે તીક્ષ્ણ લાંબી છરી વડે ગળું કાપી હત્યા કરી છે.
એસપીને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી છે. ડૉ. રાજુલબેન દેસાઇ, રાષ્ટ્રીય મહિલા આયોગનાં સભ્ય
“આ સમાજ માટે નિંદનીય ઘટના છે. પરિવારને સાંત્વના આપી છે. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાથે ટેલીફોનિક વાત કરી ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

ડીસામાં આરોપી ચક્કર આવવાના ઢોંગ કરતો નજરે પડયો
ડીસામાં મામાની દીકરીની હત્યા કરનારા હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. હત્યારાને ઉત્તર પોલીસ મથકે લવાતાં અલમસ્ત આરોપી ચક્કર આવવાના ઢોંગ કરતો જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો