બનાસકાંઠા જિલ્લાના SPએ લીધેલા નિર્ણયથી લોકો થયા ખુશ

બનાસકાંઠામાં પોલીસની ખરડાયેલી છબી સુધારવા માટે બનાસકાંઠા જિલ્લા SP દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના પોલીસ સ્ટેશનોમાં આખા દિવસ દરમિયાન જે પણ ફરિયાદીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવે છે તે તમામ ફરિયાદીઓને કંટ્રોલરૂમમાં કામ કરતા પોલીસકર્મીઓ ફોન કરીને તેમનો ફીડબેક લેશે.

આ નવતર પ્રયોગની વિગતવાર માહિતી અનુસાર વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લા SP દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રયોગમાં બનાસકાંઠાના તમામ પોલીસ સ્ટેશનમાં આખા દિવસ દરમિયાન નોંધાયેલી ફરિયાદનો રિપોર્ટ પોલીસકર્મીઓ દ્વારા જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને સોંપવામાં આવશે અને ત્યાં ફરિયાદમાં નોંધાયેલા ફરિયાદીઓના ફોન નંબર પર કંટ્રોલરૂમના પોલીસકર્મીઓ ફોન કરશે અને ફરિયાદ લખાવતા સમયે તેમની સાથે જે તે પોલીસકર્મીએ કેવા પ્રકારની વર્તન કર્યું છે, ફરિયાદ લખાવવા માટે કેટલો સમય બેસી રહેવું પડ્યું હતું, ફરિયાદ કરવા માટે કોઈ માગણી કરવામાં આવી છે કે નહીં, આ પ્રકારની તમામ બાબતોનો ફીડબેક લેવામાં આવશે અને આ ફીડબેક જિલ્લા SPને સોંપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અ ફીડબેકમાં કોઈ પણ પોલીસકર્મી દ્બારા ફરિયાદી સાથે ગેરવર્તન કરવાનું જાણવા મળશે તો તે પોલીસકર્મી પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે પોલીસકર્મીએ ફરિયાદી સાથે વધારે સારું વર્તન કર્યું હશે તે પોલીસકર્મીને પુરસ્કાર પણ આપવામાં આવશે. લોકોએ SPની આ કામગીરીને આવકારી અને પ્રસંશા કરી છે. લોકોએ કહ્યું હતું કે, SP સાહેબના આ નિયમના કારણે લોકોને તેમની સમસ્યાની નિરાકરણ વહેલી તકે મળી જાય છે અને તેમના મનમાં પોલીસ પ્રત્યે રહેલો ડર પણ દૂર થાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો