કોરોના સામેની લડાઈમાં બનાસકાંઠાનાં 2 લાખ પશુપાલકોએ મળીને 7 કરોડ 14 લાખ દાન કર્યા

કોરોનાની વૈશ્વિક મહામારી સામે દેશ જજુમી રહ્યું છે. એમાં પણ જાણે કોરોના એ ગુજરાત પર મજબૂત પકડ જમાવી છે. કોરોનાને માત આપવા અને રાજ્ય સહિત દેશની પડખે ઉભા રહેવા રાજ્યની અનેક ધાર્મિક સંસ્થાઓ સહિત અન્ય સંસ્થાઓએ આગેકૂચ કરી છે. ત્યારે હવે રાજયના પશુપાલકો પણ બાકાત નથી. બનાસ ડેરીના પશુપાલકોએ પીએમ રાહત કોષમાં મોટું દાન આપ્યું છે.જિલ્લાના પશુપાલકોએ 7 કરોડ 14 લાખ રૂપિયા એકત્ર કરી પ્રધાનમંત્રી રાહત કોષમાં અનુદાન કર્યા છે. સંકટના સમયે બનાસ ડેરીના પશુપાલકો દૂધના નાણાં આપી દેશ સેવામાં અગ્રેસર બન્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રધામંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વૈશ્વિક મહામારી કોરોના સામે જંગ લડવા પ્રધાનમંત્રી રાહત કોષમાં સમગ્ર દેશવાશીઓને ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે, દેશના સરહદી જિલ્લા એવા બનાસકાંઠાનાં 2 લાખ પશુપાલકોએ મળીને 7 કરોડ 14 લાખ જેટલી માતબર રકમ ભેગી કરીને પ્રધાનમંત્રી રાહત કોષમાં જમા કરાવી છે.

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી જણાવ્યું કે, બનાસ ડેરીનાં ચેરમેન તરીકે આ તમામ પશુપાલકોનો હું હદયથી આભાર વ્યક્ત કરું છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો