બનાસકાંઠામાં નેતાની સેક્સ ક્લિપ વાયરલ કરવાની ચીમકી બાદ ફોટા આવ્યા સામે, સાંસદે કહ્યું કથિત ફોટો મારા નથી, એડિટ કરીને પૈસા પડાવવાનું કાવતરૂ છે

બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડિયાથી સાંસદ પરબત પટેલના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે, આજે ડીસામાં એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે આ વાયરલ થયેલા ફોટા મામલે સાંસદ પરબત પટેલ નખશિખ પ્રામાણિક હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ થયા બાદ આ મુદ્દે શનિવારે સાંસદ પરબત પટેલે શનિવારે ડીસામાં એલિવેટેડ ઓવરબ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે ખુલાસો કરતાં કહ્યું કે પોતે નખશિખ પ્રામાણિક હોવાનું જણાવ્યું હતું,મને બદનામ કરવા પ્રયાસ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયામાં બનાસકાંઠાના એક મોટા ગજાના નેતાના યુવતી સાથેના ફોટા વાયરલ કરી તા.15 ઓગસ્ટના રોજ વીડિયો વાયરલ કરવાની ધમકી ભરી જાહેરાત બાબતે અત્યાર સુધી સસ્પેન્સ છવાયેલું હતું પરંતુ આ મામલે ડીસા ખાતે શનિવારે આ સમગ્ર બાબત પોતાને બદનામ કરવા માટે અને એડિટિંગ કરી વીડિયો બનાવ્યો હોવાનું પરબતભાઈ પટેલે જણાવ્યું હતું. પોતે નખશિખ પ્રમાણિક છે અને 2016 થી તેઓને બદનામ કરવા માટે કેટલાક લોકો બ્લેકમેલ કરતા હોવાનું જણાવ્યું હતું.

આપના કાર્ટકર મઘા પટેલે વીડિયો વાયરલ કરવાની ચેતવણી આપી
આમ આદમી પાર્ટીના કાર્યકર મઘા પટેલે થોડા દિવસો અગાઉ ભાજપના ટોચના નેતાનો અશ્લીલ વીડિયો 15 ઓગસ્ટે જાહેર કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે આપના નેતાએ ભાજપના નેતાનો એક ફોટો પણ ફેસબૂક પર મૂક્યો હતો. મઘા પટેલે પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘નેતાજીનો સેક્સ વીડિયો 4.6 મીનીટનો છે, તેમાંથી 1 મીનીટનો કટીંગ વીડિયો 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે સોશિયલ મીડીયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે. નેતાજી પાલનપુરની સર્કીટ હાઉસમાં રંગરેલીયા રમતા ઝડપાયા. ધન્યવાદ નેતાજી.’

ફોટા એડિટ કરીને પૈસા પડાવવાનું કાવતરૂ છે: પરબત પટેલ
આ અંગે આજે ડીસામાં એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટનમાં આવેલા સાંસદ પરબત પટેલે જણાવ્યું હતું કે. મીડિયાના માધ્યમથી મેં જોયું કે 15મી ઓગષ્ટના રોજ મઘાભાઈએ મારો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છે. પણ આ અંગે મને કંઇ જ જાણ નથી, મે મારી લાઇફમાં ક્યારેય કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ઉપયોગ કરીને ખોટી રીતે એડિટ કરીને કોઇએ કંઇ કર્યું હોય તો મને ખબર નથી. બાકી એમાં હું ચોક્કસ રીતે કહી શકું, મીડિયાના મધ્યમથી મારુ નામ આપ્યું એટલે હું કહું છું એના માટે મારે પણ તેમાં જોવું પડે શું છે. આ ફોટો ખોટી રીતે એડિટ કરીને મને બદનામ કરી પૈસા પડાવવાનું કાવતરૂ છે.

મારા ફોટાને એડીટ કરાયો છે
હજુ સુધી મેં વિડીયો કે ફોટા જોયા નથી,મેં મિડીયાના માધ્યમથી સાંભળ્યું છે. મારી જીદંગીમાં મેં કયારેય અજુગતું કામ કર્યું નથી પરંતુ મારા ફોટાને એડીટ કરીને કેટલાંક લોકો મને બદનામ કરવા માટે કાવતરા કરી રહ્યાં છે.’> પરબતભાઈ પટેલ

હું જરૂર પડ્યે ફરિયાદ નોંધાવીશ
મારા ગામના જ મઘાભાઇ પટેલ દ્વારા મારા ફોટા વાયરલ કરવામાં આવ્યાં અને પૈસા પડાવવા માટે અગાઉ પણ 2016 માં મારી પાસે આવ્યાં હતાં તે સમયે પણ મેં વાયરલ કરવાનું કહ્યું હતું. આ અંગે જરૂર પડ્યે હું ફરીયાદ પણ નોંધાવીશ તેમ સાંસદ પરબત પટેલે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો