બનાસકાંઠા: વાસનાના ભૂખ્યા વરૂઓએ હેવાનિયતની હદ પાર કરી, 14 વર્ષની આદિવાસી મજૂરની કિશોરીને 3 મહિના પિંખી

દેશમાં ચિંતાજનક રીતે વધતા ક્રાઈમમાં બળાત્કારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જેમા બનાસકાંઠામાં માત્ર 14 વર્ષીય સગીરા સાથે સતત ત્રણ માસ સુધી ત્રણ અપરાધીઓએ અન્ય ત્રણની ગુનાહિત મદદગારીથી આ સગીરાને પિંખી હતી. જોકે અંદાજે સાડા ત્રણ મહિના બાદ પોલીસે આરોપીઓની ચુંગાલમાંથી આ કિશોરીને છોડાવી છ પૈકીનાં બે આરોપીઓને જેલ હવાલે કરેલ છે.

નિર્ભયા, હૈદરાબાદની દિશા અને હવે બનાસકાંઠાની માત્ર 14 વર્ષીય આદિવાસી મજૂર વર્ગની કિશોરી સાથે પાશવી બળાત્કારની ઘટના જોતાં લાગે છે કે વાસનાના ભૂખ્યા વરૂઓને કાયદાનો ડર નથી. બનાસકાંઠામાં આવી જ ઘટનામાં માત્ર 14 વર્ષીય સગીરાને ભૂખ્યા વરૂ સમાન ત્રણ આરોપીઓએ તેમના ગુનામાં મદદગારી કરનાર અન્ય ત્રણની મદદથી સતત ત્રણ માસ પિંખી હતી. તેની ઇજ્જત લૂંટી હતી. આ કામે ભોગ બનનાર 14 વર્ષીય સગીરા રાજસ્થાનનાં ડુંગરપૂરની છે. જેના પરિવારજનો ખેતમજૂરી તરિકે પાંથાવાડા પોલીસ મથકના જાત ગામે ભાગીયા હતા. સગીરાના પિતા જ્યારે રાજસ્થાન ગયા ત્યારે એકલી રહેતી આ સગીરાને અંદાજિત ત્રણ માસ અગાઉ બાજુમાં કામ કરતા યુવકે લલચાવી, ધમકી આપી પ્રથમ અપહરણ કર્યુ હતું, જેમાં અન્ય ત્રણ લોકો મદદગાર બન્યાં હતા. જેમા એક યુવકે પ્રથમ લગ્ન કરવા ધમકી આપી, પ્રથમ સગીરા સાથે રેપ કર્યો હતો. જે બાદ તેને ભગાડી જનાર અન્ય બીજા યુવકને આ સગીરાને સોંપી દીધી હતી.

આ બીજા આરોપીએ કિશોરી સાથે રેપ કર્યો હતો. જે બાદ બીજા બળાત્કારી આરોપીએ અન્ય ત્રીજા વ્યક્તિને કિશોરી સોંપી હતી. આ માસુમ સાથે ત્રીજા વ્યક્તિએ પણ રેપ કર્યો અને તેને ગોંધી રાખી હતી. આમ સતત ત્રણ માસ ગોંધી રખાયેલ આ કિશોરીને આ ત્રીજો રેપિસ્ટ પત્ની તરીકે ધમકાવી રાખતો હતો, જે ખેતરમાં દાંતીવાડા નજીક ભાગીયો હતો તેના કબજામાંથી કિશોરીને શોધી કાઢ્યા બાદ હવે ફરિયાદ થઈ છે. કિશોરી આદિવાસી છે. સગીર છે પોલીસે આ ગેંગરેપ કેસમાં પોકસો કલમ અને એટ્રોસિટીની કલમો ઉમેરી બે આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જ્યારે અન્ય ચારની તપાસ માટે વિવિધ ટીમો SP તરૂણ દુગ્ગલે કામે લગાડી છે. હાલ આ કેસમાં કુલ છ સામે ફરિયાદ છે. જેમા ત્રણ રેપિસ્ટ છે. જ્યારે અન્ય ત્રણ મદદગાર આરોપીઓ છે. આમ કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો