બનાસકાંઠામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો: કોરોના દર્દી હોસ્પિટલમાં જવાના બદલે ભૂવા પાસે ગયો, ભૂવાએ કરી વિધિ અને પછી…

ગુજરાતમાં હવે ધીમે-ધીમે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. જો કે, કોરોનાની મહામારી વચ્ચે અંધશ્રદ્ધાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. કેટલાક લોકો કોરોના ન થાય એટલા માટે બાધા રાખીને મંદિરે માનતા ચઢાવવા માટે એકઠા થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તો કેટલાક ધુતારાઓ કોરોના ન થાય તેવા દોરા-ધાગાનું વિતરણ કરીને લોકોને અંધશ્રદ્ધા તરફ વાળતા હોય તેવા પણ કિસ્સા સામે આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દર્દી હોસ્પીટલમાં સારવાર કરાવવાના બદલે તે ભૂવા પાસે વિધિ કરાવતો રહ્યો અને અંતે આ દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેનું મોત નીપજ્યું હતું. દર્દીના મોત બાદ ભુવા દર્દી પર પગ મૂકીને વિધિ કરતા હોય તેવા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર કચ્છના આડેસર ગામમાં ભવન પ્રજાપતિ નામનો એક વ્યક્તિ તેના પરિવારની સાથે રહેતો હતો. ભવન પ્રજાપતિ એક મહિના પહેલા કોરોના સંક્રમિત થયો હતો અને તે કોરોનાની સારવાર લેવા માટે ડીસામાં રહેતા તેમના ભાઈના ઘરે આવ્યા હતા. તે સમયે ડીસાની તમામ કોવિડ હોસ્પિટલ ફુલ હોવાના કારણે ભવનને હોસ્પિટલમાં બેડ મળ્યો ન હતો. તેથી તે પાલનપુરમાં જ તેના ભાઈને ત્યાં રહેતા હતા.

હોસ્પિટલમાં જગ્યા ન મળતાં ભવન પ્રજાપતિએ તેના એક ગુરુ એટલે ભૂવા પાસે સારવાર લેવાનું નક્કી કર્યું અને તે હોસ્પિટલ જવાના બદલે ભૂવા પાસે વિધિ કરાવતો રહ્યો. ભૂવાએ ભવન પ્રજાપતિને જમીન પર સુવડાવી એક પગ કોરોના ગ્રસ્ત દર્દીના પેટ પર મુકીને આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં મંત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ ભવન પ્રજાપતિને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેઓ જલ્દીથી સાજા થઇ જશે.

ભવન પ્રજાપતિને કોરોના થયો હોવા છતાં પણ તેઓ હોસ્પિટલ જતા ન હતા અને અંતે તેમના શરીરમાં ઇન્ફેક્શન વધવા લાગ્યુ અને થોડા દિવસમાં જ તેમના શરીરનું ઓક્સિજન લેવલ ઘટી ગયું અને તબિયત લથડતા તેમનું મોત થયું હતું.

ભવન પ્રજાપતિ ભૂવા પાસે વિધિ કરાવતા હોય તે ઘટના 20 દિવસ પહેલાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ આ બાબતે મૃતકના પરિવારજનો કઈ કહેવા માટે આગળ આવી રહ્યા નથી તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારીનું કહેવું છે કે, આ બાબતે તપાસ કરવામાં આવશે અને કઈ તથ્ય હશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં પણ હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે અને તેઓ બીમાર પડે તો હોસ્પિટલ જવાના બદલે તાંત્રિક ભૂવા પાસે જાય છે અને વિધિઓ કરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો