કોરોના સામેની લડાઈમાં બાલાજી વેફર્સે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું, મુખ્યમંત્રી રાહત ફંડમાં 75 લાખ અને PM કેરમાં 25 લાખ આપ્યા

સમગ્ર વિશ્વ સામે હાલ કોરોનાનું સંકટ છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિતની સંખ્યા 144 પર પહોંચી છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ, સ્પોર્ટસ પર્સન, બોલીવૂડ સેલેબ્સ મદદ માટે આગળ આવી રહ્યા છે. રાજકોટમાં આવેલ બાલાજી વેફર્સ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી છે.

રાજકોટ સહિત દેશભરમાં નમકીન ક્ષેત્રે નામના ધરાવતી બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા કોરોના સામેની લડાઇમાં 1 કરોડનું દાન આપ્યું છે. બાલાજી વેફર્સ દ્વારા મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 75 લાખ રૂપિયા અને પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. બાલાજી વેફર્સના ડાયરેકટર ભીખુભાઇ વીરાણી અને પ્રણય વિરાણીએ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહનને ચેક અર્પણ કર્યો હતો.

ગુજરાતમાં આજે વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તબલિગી જમાતને કારણે કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી હ્યો છે. આજે ગુજરાતમાં 16 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ આ જાણકારી આપી છે. ગુજરાતમાં હાલ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 144 પર પહોંચી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો