ગુજરાતના ઇતિહાસમાં કયારેય ના થયું હોય તેવું અમદાવાદના બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર્સ દ્વારા 400 કરોડનું કૌભાંડ, ડો.કનુ કલસરિયાનો આક્ષેપ

બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેમની પત્ની તથા કંપનીના ડાયરેકટરો અને પરિવારજનોએ lic હાઉસીંગ ફાયનાન્સીયલ લી. કંપનીના અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરવાના ઇરાદે ગેરકાયદે ગાંધીનગરના અગોરા મોલના બાંધકામને ૪૫ યુનિટ તરીકે દર્શાવ્યા હતા. જેમાં મોલના હયાત બાંધકામ કરતા ત્રણથી ચાર ગણું વધારે એટલે કે ૭૨ હજાર ચોરસ મીટર બાંધકામ બતાવી ટાઇટલ મેળવીને મોર્ગેજ કરીને રૃ.૪૦૧.૭૦ કરોડની લોન મંજુર કરાવીને ગુજરાતના ઇતિહાસમાં કયારેય ના થયું હોય તેવું મસમોટું કૌભાડ આચર્યું હોવાનો સણસણતો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય અને સામાજિક કાર્યકર ડો.કનુ કલસરિયાએ કર્યો છે.

આગામી સમયમાં તેઓ આ મામલે બિલ્ડર સામે cbi અને cid ક્રાઇમમાં ફરિયાદ કરીને કડક કાર્યવાહી કરવા માગ કરશે. ડો.કનુ કલસરિયાએ કરેલા આક્ષેપમાં જણાવ્યું છે કે, બાલાજી અગોરા ગ્રૃપના બિલ્ડર આશિષ શાહ, ડાયરેકટર પત્ની બિનિતા શાહ, અન્ય ડાયરેકટરો તથા પરિવારજનોએ વડોદરામાં એક સ્કીમ માટે lic હાઉસીંગ ફાયનાન્સ લી. કંપની પાસેથી રૃ.૪૦૧.૭૦ કરોડની લોન મંજૂર કરાવી હતી.

આ લોન માટે તેમણે વડોદરાની સબરજીસ્ટ્રાર ઓફિસની કચેરીમાં મોર્ગેજ ડીડમાં સિક્યોરીટી પેટે મિલકત મોર્ગેજ કરી હતી. જેમાં વડોદરાના અગોરા સિટી સેન્ટરની મિલ્કતો, મહેસાણાની બાલાજી સ્ટેટસની મિલકતો અને ગાંધીનગરના સુઘડમાં ૧૪,૬૭૦ સ્કેવર મીટરની જમીન ઉપર બાંધેલા અગોરા મોલની કોર્મિશયલ બાંધકામવાળી મિલક્તને સિક્યુરિટી તરીકે મોર્ગેજ કરી હતી.

જોકે ગાંધીનગરના અગોરા મોલને બાંધકામ માટે ૧૬,૯૯૬ સ્કવેર મીટર બાંધકામ મંજુર કરેલું હોવા છતાં તેને ૭૨,૯૮૩ સ્કવેર મીટર બાંધકામ બતાવીને લોન મંજુર કરાવીને છેતરપિંડી આચરી છે. જો ખરેખર બાંધકામની જગ્યા બતાવે તો માંડ ૬૦ થી ૭૦ કરોડની જ લોન મળે તેમ હતી. Lic ભ્રષ્ટ અધિકારીઓ, બિલ્ડરો તથા અન્યો સામે cbi અને રાજ્યના cid ક્રાઇમમાં ફરિયાદ કરીશું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો