અમેરિકામાં ગુજરાતના પટેલ પરિવારની કારનો અકસ્માત, માતા-પિતાની નજર સામે લાડકવાયા 2 પુત્રોના મોત

છેલ્લાં 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા વ્યારાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના NRI પટેલ પરિવારની કારને હોસ્ટન શહેરમાં સાંજના સમયે પાછળથી એક પિકઅપ મોબાઈલના ચાલકે ધડાકાભેર અથડાવતાં અકસ્માત થયો હતો. કારમાં પાછળ બેસેલા પરિવારના લાડકવાયા 2 દીકરાનાં ગંભીર ઇજા થવાથી મોત થયાં હતાં. વાલોડ તાલુકાના બાજીપુરા ગામે પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ કરશનભાઇ પટેલના પુત્રો ધર્મેશભાઈ પટેલ અને હિતેષભાઇ પટેલ આજથી 25 વર્ષ પહેલાં અમેરિકામાં સ્થાયી થઇ મોટેલ લઈ બિઝનેસને વિકસાવ્યો હતો.

જ્યારે બીજા ઇજાગ્રસ્ત દીકરાને હેલિકોપ્ટરમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જતી વખતે મોત થયું હતું, એનઆરઆઇ પરિવારના બન્ને દીકરાનાં માતા-પિતાની નજર સામે મોત થતાં પરદેશમાં આવી પડેલું દુઃખ સહન કરવું કપરું બન્યું હતું. ધર્મેશભાઈનો મોટો દીકરો નીલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, જ્યારે નાનો દીકરો રવિ શાળામાં અભ્યાસ કરતો હતો. વતન બાજીપુરા ગામમાં રહેતા દાદા-દાદીને પૌત્રોનાં મોતના દુઃખદ સમાચાર મળતાં જ વૃદ્ધાવસ્થામાં આવી પડેલા દુઃખને સહન કરવું મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું. ગામમાં પણ રવિવારે શોકનું વાતાવરણ છવાયું હતું.

અકસ્માતવાળા દિવસે રવિવારના રોજ તેઓ મોટેલ પર કામ પતાવી સાંજે પત્ની જાગૃતિબેન, પુત્રો નીલ પટેલ (19) અને રવિ પટેલ (14) સાથે તેમની ટોયોટા કેમરી કારમાં કિવિલેન્ડ ખાતે ઘરે જવા નીકળ્યાં હતાં. કારમાં ધર્મેશભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબેન આગળ બેઠાં હતાં, જયારે બન્ને દીકરા કારમાં પાછળની સીટ પર બેઠા હતા. કાર સેનજેસીનટો નદી નજીકથી પસાર થતી હતી ત્યારે એક વાહનનો અકસ્માત થયો હોવાથી તેમણે કાર થોભાવી હતી. આ સમયે પાછળથી આવતી એક મોબાઈલ પિકઅપ વાનના ચાલકે કારની પાછળના ભાગે અથડાવી દેતાં પાછળનો ભાગનો ખુરદો બોલાઈ ગયો હતો, પાછળની સીટમાં બેસેલા બન્ને દીકરાઓ નીલ અને રવિને ગંભીર ઇજાઓ થવાથી એકનું સ્થળ પર જ મૃત થયું હતું.

અમેરિકાથી કેવિનભાઈએ અકસ્માત અંગે રવિવારે મળસ્કે ફોન કરી જાણ કરતાં બાજીપુરામાં પણ ગમગીનીનો માહોલ છવાયો હતો. બાજીપુરામાં રહેતા સુરેશભાઈ અને તેમનાં પત્ની સવિતાબેન કુટુંબ પર આવી પડેલી આફતમાં અમેરિકા રહેતા દીકરાના ઘરે પૌત્રોની અંતિમક્રિયામાં જવાની ઈચ્છા રાખી હોવા છતાં તેમના વિઝા પૂરા થઇ ગયા હોવાથી બુધવારે અમેરિકામાં જ થનારી પૌત્રોની અંતિમવિધિમાં જવું મુશ્કેલ બન્યું છે, જે અંગે સવિતાબેને ખૂબ દુઃખ વ્યક્ત કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો