કોરોના સામેની જંગમાં ‘બાહુબલી’ પ્રભાસનો મોટો ફાળો, દાનમાં આપ્યા 4 કરોડ રૂપિયા

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દુનિયાભરમાં લોકડાઉન છે. ભારતમાં પણ 21 દિવસના લોકડાઉન દરમિયાન સંક્રમણના નંબરો વધી રહ્યા છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્રિટી એક પછી એક કોરોના સામે જંગ લડવા માટે આર્થિક મદદ કરી રહ્યા છે. અને હવે તેવામાં બોલિવૂડના બાહુબલી અને તેલુગુના સુપર સ્ટાર પ્રભાર પણ મોટી જાહેરાત કરી છે. કોરોના સામેની જંગમાં લડવા માટે આર્થિક સહાય રૂપે પ્રભાસે 4 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પવન કલ્યાણ, ચિંરજીવી, રજનીકાંત અને નિતિન જેવા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર નાણાંકીય સહાયની જાણાકરી આપી ચૂક્યા છે. કેટલાક સાઉથ સેલેબ્સે આંધ્ર પ્રદેશ અને તેલંગાના સીએમ રિલીફ ફંડમાં પણ ડોનેટ કર્યા છે. અને હવે આ લિસ્ટમાં બાહુબલી પ્રભાસ પણ જોડાયો છે. પ્રભાસે ગુરુવારે 3 કરોડ રૂપિયા વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ અને 50-50 લાખ આંધ્ર પ્રદેશ અને તેલંગાના મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કરવાની વાત કહી છે.

પ્રભાસ હાલમાં જ જૉર્જિયાથી પરત ફર્યા છે. જ્યાં તેમની આગામી ફિલ્મ પ્રભાસ 20ની શૂટિંગ ચાલી રહી હતી. તેમની સાથે પૂજા હેગડે પણ હતી. અહીંથી પરત ફર્યા પછી તેમણે સાવચેતીના પગલે 14 દિવસ સેલ્ફ આઇસોલેશનમાં વીતાવ્યા છે. પ્રભાસની પહેલા પવન કલ્યાણે 2 કરોડ, તેમના ભત્રીજા રામચરણે 70 લાખ અને રામ ચરણના પિતા ચિંરજીવીએ 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. તો યુવા સુપર સ્ટાર મહેશ બાબુએ 1 કરોડ દાનની જાહેરાત કરી છે. તમને જણાવી દઇએ કે પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ રોજ મજૂરી કરીને કમાતા મજૂરો અને તેમના પરિવારો માટે ફંડ્સ શરૂઆત કરી છે. સાઉથ સેલેબ્સ પણ આંધ્ર પ્રદેશ અને તેલંગાના સીએમ રીલિફ ફંડમાં ડોનેટ કરી રહ્યા છે. તમિલનાડુ ડાયરેક્ટર્સ એસોશિયેશન આર કે સેલ્વામણિએ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને એક્ટર્સથી ફિલ્મ સ્ટુડિયામાં કામ કરતા સ્પોર્ટબોય અને અન્ય મજૂરો માટે ફંડ ડોનેડ કરવાની અપીલ પણ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો