અમદાવાદમાં એક્ટિવા પર રૂપિયા ભરેલો થેલો લટકાવીને ફરવું LIC એજન્ટને ભારે પડ્યું, શાહીબાગમાં જાહેર માર્ગ પર ચિલઝડપ, આરોપીઓએ ફરિયાદીના કર્યાં આ હાલ
અમદાવાદ શહેરમાં ચૂંટણી અને ક્રિકેટ મેચને લઇને પોલીસ વીવીઆઇપી બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે તેનો ગેરલાભ ગુનેગારો ઉઠાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મંગળવારે ભરબપોરે એલ.આઇ.સી એજન્ટ (LIC Agent)ને રૂપિયા ત્રણ લાખ લઈને એફ.એસ.એલ સર્કલ પાસે નીકળવું ભારે પડ્યું છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને છેલ્લાં 20 વર્ષથી એલ.આઇ.સી એજન્ટ તરીકે કામ કરતા ગિરિરાજસિંહ ગોહિલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ગઈકાલે બપોરે તેઓ પોતાનું ઓફિસનું કામ પૂર્ણ કરીને અલગ અલગ જગ્યાએ ગ્રાહકોના પ્રીમિયમની ઉઘરાણી માટે નીકળ્યા હતા. ગ્રાહકોનાના રૂપિયા ત્રણ લાખ બેગમાં મૂકીને તેઓએ બેગ એક્ટિવામાં લટકાવી હતી. બેગ એક્ટિવાના આગળના ભાગમાં આવેલા હૂંકમાં ભરાવીને તેઓ સાંજના સમયે નરોડાથી સુભાષ બ્રિજ જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન તેઓ એફ.એસ.એલ સર્કલથી 1200 બેડની હૉસ્પિટલ ગેટ પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે પાછળથી એક એક્ટિવા પર બે લોકો આવ્યા હતા. બંને ફરિયાદીના એક્ટિવા ઉપર લટકાવેલી રૂપિયા ત્રણ લાખ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.
આરોપીની આવી હરકત બાદ અચાનક જ ફરિયાદીએ બેલેન્સ ગુમાવી દીધું હતું અને તેઓ રોડ પર પટકાયા હતા. જોકે, તેઓએ ઊભા થઈને હિંમત કરીને આરોપીઓનો પીછો કર્યો હતો. જોકે, આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. બેગમાં રોકડ સિવાય ચેક બુક, પાસ બુક પ્રીમિયમની રસીદો સહિતના દસ્તાવેજો પણ હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

