સુરતમાં લાખોમાં જવલ્લે જ જોવા મળતી હાથ પગની 26 આંગળીઓ સાથે બાળકીનો જન્મ થયો

લાખોમાં જન્મતા બાળકોમાં જવલ્લે જ જોવા મળતી પોલી ડેકટાઈલીનો રેરેસ્ટ ઓફ રેસ કેસ કામરેજ નજીકના ગામમાં જોવા મળ્યો હતો. કામરેજ નજીક આવેલા માકણા ગામમાં રહેતા પરિવારમાં એક બાળકીનો 26 આંગળીઓ સાથે જન્મ થયો હતો. હાથમાં છ અને પગમાં સાત આંગળીઓ સાથે પરિવારમાં ત્રીજું બાળક જન્મતાં આશ્ચર્યની સાથે ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

જન્મ સમયે આંગળીઓ વધારે છે તે ખબર પડી

મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામના પ્રભાબેન અને પ્રકાશભાઈ બચુભાઈ જાલન્ધ્રા (આહિર)ને ત્યાં એક છોકરો અને એક છોકરી બાદ સાત વર્ષના લગ્નજીવનમાં ત્રીજા સંતાનમાં બાળકીનો જન્મ થયો હતો. રત્નકલાકાર તરિકે કામ કરતાં પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, પત્નીની આ ચોથી પ્રસૂતિ હતી. એક બાળક મોતને ભેટ્યું હતું. 26 આંગળીઓ વાળી બાળકીની પ્રસૂતિ સુધીના સોનાગ્રાફીથી લઈને તમામ રિપોર્ટ નોર્મલ હતાં.અમને બાળકીના જન્મ સુધી 26 આંગળીઓ હોવાની જાણ નહોતી. બીજી ડિસેમ્બરના રોજ નોર્મલ ડિલિવરીમાં બાળકીના જન્મ સાથે જ 26 આંગળીઓ હોવાનું જાણીને આશ્ચર્ય સાથે ખુશી થઈ હતી કારણ કે, અમારા પરિવારમાં કોઈને પણ આ પ્રકારે વધારે આંગળીઓ નથી કે નથી મારી પત્નીના પણ પરિવારમાં જેથી અમારા ઘરની આસપાસ પણ કુતૂહલ સર્જાયું હોય તેવું લોકો અનુભવી રહ્યાં છે.

એનોમલી સ્કેનમાં ખબર ન પડી

બાળકીનો જન્મ થયો તે કામરેજની દેવકી નંદન હોસ્પિટલના ગાયનેક ડો. હરેશ જીંજાલાએ જણાવ્યું હતું કે, એનોમલી સ્કેનમાં હ્રદય,કિડની વગેરે નોર્મલ હોવાનું સામે આવ્યું હતું એટલે ટુડી કે થ્રીડી સ્કેન નહોતા કરાવ્યા. બાળકીના જન્મ સમયે તેનું વજન પણ સાડા ત્રણ કિલોનું હતું. નોર્મલ પ્રસૂતિ થઈ હતી. પરિવારમાં બાળકીની વધુ આંગળીઓને લઈને અચરજ જરૂરી હતી.

કોષનું ડિવિજન યોગ્ય ન થતાં અંગોની વધઘટ થાય-ડોક્ટર

જૂની સિવિલ હોસ્પિટલના તબીબ ડો.શક્તિ આંબલિયાએ જણાવ્યું હતું કે, મેડિકલની ભાષામાં પોલી ડેકટાઈલીના નામે ઓળખાતો આ બહુ રેરેસ્ટ ઓફ રેર કેસ કહી શકાય. લાખોમાં આવો કેસ બની શકે છે. ગર્ભમાં જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે ટ્વિન્સ બનવાની જગ્યાએ એક જ બાળકમાં બીજું બાળક બન્યા વગર એકમાં જ તેના અંગો આવી જાય તે પ્રકારનો આ રેર કેસ કહી શકાય. આંગળીઓ ભલે વધારે હોય પણ બાળકીને આગળ જતાં કોઈ તકલીફ થાય તેવું ન કહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો