રતન ટાટાને આગામી રાષ્ટ્રપતિ બનાવવા માટે સોશિયલ મીડિયા પર અપીલ, આ વાતને સોશિયલ મીડિયા પર જોરદાર સમર્થન મળી રહ્યું છે

રાષ્ટ્રના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ જુલાઈ 2022માં સમાપ્ત થઈ રહ્યો છે. આ માહોલ વચ્ચે આવનારા રાષ્ટ્રપતિની ચર્ચા પણ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે. જેમાં ઉદ્યોગપતિ રતન ટાટાનું નામ લેવામાં આવી રહ્યું છે. ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયા પર આ વાતને લઈને મસમોટું સમર્થન મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પરથી રતન ટાટાને આગામી રાષ્ટ્રપતિ બનાવવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સોશિયલ મીડિયા વેબસાઈટ ટ્વીટર પર #RatanTata4President ટેગ પર અભિયાન શરૂ થઈ ગયું છે. તમિલ ફિલ્મના સૌથી મોટા ફિલ્મનિર્માતા નાગા બાબુએ પણ ટાટાને રાષ્ટ્રપતિ બનાવવા માટે સમર્થન જાહેર કર્યું છે. રતન ટાટા અંગે એવું કહેવાય છે કે, એમની શાખ ઘણી સારી રહી હતી. તેથી તેઓ આ પદ માટે યોગ્ય છે. જોકે, આ મામલે રતન ટાટા તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી. દેશના આગામી રાષ્ટ્રપતિને લઈને વિપક્ષે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંધારણમાં એવી કોઈ સ્પષ્ટતા નથી કે, કોઈ એક વ્યક્તિને સતત બે ટર્મ માટે કોઈ એક પદ પર રાખી શકાય. પણ દર પાંચ વર્ષે નવા રાષ્ટ્રપતિ પસંદ કરવાની એક ચોક્કસ પરંપરા છે.

દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જ સતત બે વખત રાષ્ટ્રપતિ પદ માટે પસંદ થયા હતા. ત્યારે બીજા કોઈ રાષ્ટ્રપતિને આ પ્રકારનું કોઈ સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષથી ઉપરના કોઈ વ્યક્તિને પદ મળે એ તરફી કોઈ પક્ષ લેતા નથી. એટલે એવામાં રામનાથ કોવિંદની બીજી વખત પસંદગી થવી મુશ્કેલ છે.

તા. 1 ઑક્ટોબરના રોજ તેઓ 76 વર્ષના થાય છે. એવું પણ માનવામાં આવે છે કે, એનડીએની સાથોસાથ યુપીએ પણ પોતાના કોઈ ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે. વિપક્ષ તરફથી પણ સૌથી મોટું શરદ પવારનું ચર્ચામાં છે. જોકે, આ વાત પર પવારે સરળ શબ્દોમાં સ્પષ્ટતા કરી દીધી છે. આ રેસમાં રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાઈડુંનું નામ પણ ચર્ચામાં છે. એનડીએ તરફથી અન્ય એક નામમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહંમદ ખાન પણ છે. ત્યાર બાદ નીતિશ કુમારનું પણ નામ છે. પણ એવું ચર્ચાય રહ્યું છે કે, એમને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવી શકે છે. દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ રહેશે એ મામલે ઉત્તર પ્રદેશ મોટી ભૂમિકા અદા કરી શકે છે. હાલની સ્થિતિએ એનડીએ આગળ છે. પણ યુપીએ પણ કંઈ બહુ પાછળ નથી. ચૂંટણી આયોગની વેબસાઈટના આધારે સાંસદ અને ધારાસભ્યોનો હાલનો મત એનડીએ પર 49.9 ટકા રહ્યો છે. યુપીએ પાસે 25.3 ટકા મત છે. જ્યારે અન્ય પાસે 24.8 ટકા મત છે. ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય હોવાને નાતે દેશમાં સૌથી વધારે ધારાસભ્ય 15.26 ટકા મત સાથે ત્યાં રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો