ગુજરાતમાં કોરોના કાબુમાં લેવા હોટસ્પોટ વિસ્તારમાં આયુર્વેદ અને હોમિયોપેથી દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું અભિયાન શરૂ કર્યું

ગુજરાતમાં કોરોના કાબૂમાં લેવા માટે નવી ફોર્મ્યુલા મુજબ કોરોનાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથી દવા આપીને તેઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આજ સુધીમાં બે લાખ પરિવારોને આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓ આપીને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રોગ પ્રતિકારક શક્તિ વધારવાની કોશિશ કરવામાં આવી

ગુજરાતમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે આયુર્વેદિક અને હોમીઓપેથી સૌથી વધુ અસરકારક હોવાની માહિતી આપતા રાજ્યના આરોગ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગત તારીખ ૧૧મી એપ્રિલથી 6 મે સુધીમાં કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા 14678 લોકોને ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓને આયુર્વેદિક અને હોમિયોપેથીની દવાઓ આપીને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની કોશિશ કરવામાં આવી હતી.

9433 લોકોને આયુર્વેદિક દવા અપાઈ હતી

જેમાં 9433 લોકોને આયુર્વેદિક અને 5248 લોકોને હોમીયોપેથી દવા આપવામાં આવી હતી. જેના ખૂબ જ સારા પરિણામ મળ્યા હતા કેમકે 14 દિવસ પછી આ 14678 લોકોના ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી માત્ર 40 લોકો જ કોરોના પોઝિટિવ હતા. બાકીના 99.78 ટકા લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, આમ કોરોના પોઝિટિવના સંક્રમણમાં આવ્યા હોવા છતાં આયુર્વેદિક અને હોમિયોપેથી દવા ના કારણે 14678 માંથી માત્ર 40 લોકો જ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

બે લાખ પરિવારોને દવા અપાઈ રહી છે

જયંતિ રવિએ એ પણ જણાવ્યું હતું કે ક્વૉરન્ટીન સેન્ટરમાં રહેલા આ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અમદાવાદના કોટ વિસ્તાર કે જ્યાં સૌથી વધુ સંક્રમિત વિસ્તાર છે, ત્યાં રહેતા બે લાખ પરિવારોને આયુર્વેદિક અને હોમિયોપથીની દવા આપવામાં આવી રહી છે જેમાં એક લાખ પરિવારોને આયુર્વેદિક અને એક લાખ પરિવારોને હોમીયોપેથી દવા આપવામાં આવી રહી છે જેનાથી તેઓને રોગ પ્રતિકારક શક્તિ વધી શકે અને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવવા છતાં પણ તેઓ કોરોનાથી બચી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો