સુપ્રીમ કોર્ટનો મહા ચૂકાદોઃ વિવાદિત જમીન હિંદુ પક્ષકારોને અપાઈ, મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન અપાશે, કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં એક્શન પ્લાન બનાવવા આદેશ

સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યામામલે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે.બેન્ચના અધ્યક્ષ CJIએ 45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો અને કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવે અને તેની યોજના 3 મહિનામાં તૈયાર કરવામાં આવશે. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે.

ચીફ જસ્ટિસેશિયા-સુન્ની વક્ફબોર્ડની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.

ચુકાદાની મહત્વની વાતો

  • વિવાદિત ભૂમિ પર રામમંદિરનું નિર્માણ થશે.
  • વિવાદિત જમીનનો ભાગ નહીં કરવામાં આવેઃ સુપ્રીમ કોર્ટ
  • વિવાદિત જમીન રામલલાને મળશે:SC
  • હિંદુઓને શરતોને આધીન મળશે જમીનઃ સુપ્રીમ કોર્ટ
  • 3 મહિનામાં અન્ય જગ્યાએ મુસ્લિમ પક્ષને 5 એકર જમીન અપાશેઃ સુપ્રીમ કોર્ટ
  • સુન્ની બોર્ડને વૈકલ્પિક જમીન આપવી જરૂરીઃ સુપ્રીમ કોર્ટ
  • કેન્દ્ર સરકાર 3 મહિનામાં યોજના બનાવેઃ SC
  • જમીનના 3 ટુકડા કરવાનો હાઈકોર્ટનો તર્ક યોગ્ય નહીંઃ SC
  • ટ્રસ્ટ મંદિર નિર્માણ માટે નિયમો બનાવેઃ SC

મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન અપાશેઃ સુપ્રીમ કોર્ટ

કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન આપવામાં આવશે. એટલે કે કોર્ટે મુસ્લિમોને અન્ય જગ્યાએ જમીન આપવાના આદેશ આપ્યા છે.

અલાહાબાદ કોર્ટે જમીનના ત્રણ ટુકડા પાડ્યા તે તાર્કિક નથી, વિવાદિત હિસ્સાની વહેંચણી નહીં થાય.

જમીન પર દાવો સાબિત કરવામાં મુસ્લિમ પક્ષ નિષ્ફળ
કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે મુસ્લિમ પક્ષ જમીન પર દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે.

આસ્થાના આધારે માલિકી હક નહીં – કોર્ટ

કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આસ્થાના આધારે જમીનનો માલિકી હક આપી શકાય નહીં. કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે નિર્ણય કાયદાના આધારે જ આપવામાં આવશે.

મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નહીં

કોર્ટે ASI રિપોર્ટના આધારે પોતાના નિર્ણયમાં કહ્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નથી.

અયોધ્યા કેસમાં શિયા વક્ફ બોર્ડની અરજી નામંજૂર કરવામાં આવી છે. આ સાથે જ નિર્મોહી અખાડાની અરજી નામંજૂર કરવામાં આવી છે.

1949માં રાખવામાં આવી હતી મૂર્તિઓ

અયોધ્યા પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિર્ણય વાંચી રહ્યા છે. આ સમયે ચીફ જસ્ટિસે કહ્યું કે 1949માં મૂર્તિઓ રાખવામાં આવી હતી.

અયોધ્યા વિવાદઃ 1526થી અત્યાર સુધી

1526 : ઇતિહાસકારો અનુસાર, બાબર ઇબ્રાહિમ લોદી સાથે યુદ્ધ લડવા
1526માં ભારત આવ્યો હતો. બાબરના સુબેદાર મીરબાકીએ 1528માં અયોધ્યામાં મસ્જીદ બનાવી. બાબરના સન્માનમાં તેનું નામ બાબરી મસ્જીદ રાખવામાં આવ્યું.

1853 : અવધના નવાબ વાજીદ અલી શાહના સમયમાં પહેલીવાર અયોધ્યામાં સાંપ્રદાયિક હિંસા ભડકી. હિન્દુ સમુદાયે કહ્યું કે મંદિર તોડીને મસ્જીદ બનાવવામાં આવી છે.

1949 : વિવાદિત સ્થળે સેન્ટ્રલ ડોમની નીચે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી.

1950 : હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ વિશારદે ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં અરજી કરીને રામલલ્લાની મૂર્તિની પૂજાના અધિકારની માગ કરી.

1959 : નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળ પર માલિકી હક દર્શાવ્યો.

1961 : સુન્ની વક્ફ બોર્ડ(સેન્ટ્રલ)એ મૂર્તિ સ્થાપિત કરવાના વિરોધમાં કોર્ટમાં અરજી કરી અને મસ્જીદ અને તેની આસપાસની જમીન પર પોતાનો હક દર્શાવ્યો.

1981 : ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે જમીનના માલિકી હક માટે કેસ દાખલ કર્યો.

1885 : ફૈઝાબાદ જિલ્લા કોર્ટે રામ ચબુતરે છત્રી લગાવવાની મહંત રઘુબીર દાસની અરજી ઠુકરાવી.

1989 : અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત સ્થળે યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું.

1992 : અયોધ્યામાં વિવાદિત ઢાંચાનો ધ્વંશ કરવામાં આવ્યો.

2002 : અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત ઢાંચાવાળી જમીનના માલિકી હકને લઇને દાખલ અરજીઓ પર સુનાવણી હાથ ધરી.

2010 : અલાહાબાદ હાઈકોર્ટે 2:1થી ચુકાદો આપ્યો અને વિવાદિત સ્થળની સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વચ્ચે ત્રણ ભાગમાં સરખી વહેચણી કરી.

2011 : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે રોક લગાવી.

2016 : સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિવાદિત સ્થળે રામ મંદિરના નિર્માણની મંજૂરી માગી.

2018 : સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદને લઇને દાખલ વિભિન્ન અરજીઓ પર સુનાવણી શરૂ કરી.

6 ઓગસ્ટ 2019 : સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે અલહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ હિન્દુ અને મુસ્લીમ પક્ષની અપીલો પર સુનાવણી શરૂ કરી.

16 ઓક્ટોબર 2019 : સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી પૂર્ણ થઇ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો