ઑસ્ટ્રેલિયામાં આગ અને વરસાદથી આવેલા પૂર બાદ હવે એક નવી મુસીબત સામે આવી

ઑસ્ટ્રેલિયામાં આગ અને વરસાદથી આવેલા પૂર બાદ હવે એક નવી મુસીબત સામે આવી ગઇ છે. ઓસ્ટ્રેલિયન શહેરોમાં હવે મોતનું નવું નામ કરોળિયો છે. આ એવો કરોળિયો છે જેના કરડવાથી માત્ર 15 મિનિટમાં વ્યક્તિનું મોત થઇ જાય છે. આ કરોળિયાનું નામ ફનેલ વેબ સ્પાઇડર છે.

વાત એમ છે કે ઓસ્ટ્રેલિયન જંગલોમાં લાગેલી આગના સમયથી આ કરોળિયા જમીનની અંદર છુપાયેલા હતા. પરંતુ ત્યારબાદ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાતા તેઓ શહેરની તરફ ભાગવા માટે મજબૂર થઇ ગયા છે.

પરિણામ એ આવ્યું કે ઓસ્ટ્રેલિયન શહેરમાં ફનેલ વેબ સ્પાઇડરની જાળ ફેલાય રહી છે. ઓસ્ટ્રેલિયામાં ફનેલ વેબ સ્પાઇડરની 40 પ્રજાતિઓ છે. આ દુનિયાના સૌથી ખતરનાક અને ઝેરીલા કરોળિયામાંથી એક છે. જે કરડવાથી 15 મિનિટની અંદર જ વ્યક્તિનું મોત થઇ જાય છે.

સિડની, ન્યુ સાઉથ વેલ્સમાં આ કરોળિયાનો પ્રકોપ ખૂબ વધી ગયો છે. જો કે આ ઝેરીલા કરોળિયાના ઝેરથી એન્ટી-વેનમ દવાઓ બનાવાય છે. તેનો ડંખ એટલો ખતરનાક હોય છે કે જ્યાં ડંખ મારે છે તે જગ્યા પર લાલચોળ નિશાન થઇ જાય છે.

જે વ્યક્તિને આ કરોળિયો કરડી જાય છે તેને મોંમાંથી થૂંક નીકળવા લાગે છે. ભયાનક પીડા થાય છે. માંસપેશીઓ ખેંચાવા લાગે છે અને ઉલટીઓ થાય છે. બ્લડ પ્રેશર વધી જાય છે અને માત્ર 15 મિનિટમાં જ વ્યક્તિનું મોત થઇ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો