ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં મોટી સફળતા મેળવી હોવાનો દાવો કર્યો

ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં મોટી સફળતા મેળવી લીધી હોવાનો દાવો કર્યો છે. ઑસ્ટ્રેલિયાઈ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમણે ચીનની બહાર એક સેમ્પલ વિકસિત કર્યું છે અને આનાથી જલદી જ કોરોના વાયરસનો ઉકેલ શોધી શકાશે. ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ ફેલાયો છે. શ્વાસથી જોડાયેલી આ બીમારીથી અત્યાર સુધી 132 લોકોનાં મોત થઈ ચુક્યા છે અને લગભગ 6 હજાર લોકો ચેપગ્રસ્ત છે.

મેલબર્નમાં ધ ડોહર્ટી ઇન્સ્ટિટ્યૂટે બુધવારનાં જણાવ્યું કે એક દર્દીનાં સેલ કલ્ચર દરમિયાન કોરોના વાયરસનું સેમ્પલ વિકસિત કરવામાં આવ્યું છે. પહેલીવાર ચીનની બહાર વિકસિત કરવામાં આવેલા વાયરસની ડિટેલ જલદી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે શેર કરવામાં આવશે. વાયરસ આઇડેન્ટિફિકેશન લેબનાં હેડ જુલિયનડ્રુસે કહ્યું કે, “ચીની અધિકારીઓએ આ નોવેલ કોરોના વાયરસને જીન જૂથ જાહેર કર્યું હતુ, જે આ રોગની ઓળખ કરવામાં મદદગાર છે.

સારવાર માટે સાબિત થઇ શકે છે ગેમ ચેન્જર

જો કે અસલી વાયરસનો જીન સમૂહ જાહેર કર્યો હતો, જે આ રોગની ઓળખ કરવામાં મદદગાર છે. જો કે અસલી વાયરસ હોવાનો મતલબ છે કે જ્યારે તપાસનાં તમામ સ્તરોનાં વેરિફિકેશનની ક્ષમતા આવી ગઈ છે જે આ રોગની સારવારમાં ઘણું મહત્વપૂર્ણ સાબિત થશે. કોરોના વાયરસની ઓળખ અને સારવાર માટે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.”

5,974 લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત

ચીનનાં સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારનાં જણાવ્યું કે વાયરસ સંક્રમણનાં 5,974 કેસોની પુષ્ટિ થઈ છે અને વાયરસનાં કારણથી થનારા નિમોનિયાનાં 31 નવા કેસ મંગળવારનાં સામે આવ્યા હતા. સરકારી સમાચાર એજન્સી ‘શિન્હુઆ’ અનુસાર અત્યાર સુધી કુલ 132 લોકો આ વાયરસનાં કારણે માર્યા ગયા છે. તેણએ કહ્યું કે મંગળવાર સુધી હુબેઈ પ્રાંતમાં કોરોના વાયરસનાં કારણે 125 લોકોનાં મોત થયા છે અને 3,554 કેસની પુષ્ટિ થઈ હતી. ચીની હજુ સુધી બીજા કોઈ દેશની લેબમાં વાયરસનાં સેમ્પલ શેર નથી કર્યા. જો કે ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકો જલદી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જાણકારી શેર કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો