ઓસ્ટ્રેલિયાએ ત્રણ જ મહિનામાં દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યો, જાણો કેવી રીતે? આપણે પણ શીખવું જોઇએ

દેશમાંથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ નાથવા માટે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પર વિચાર ચાલી રહ્યો છે. પ્લાસ્ટિક બેગ એ સૌથી સરળ રીતે મળી જતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. સૌથી વધુ પ્રદૂષણ પણ તેને જ કારણે ફેલાય છે. પાલતુ પ્રાણીઓ પ્લાસ્ટિકની થેલી ખાતા જોવા મળે છે. દરિયામાં આવી થેલીઓ અનેક જીવોનો ભોગ લઈ રહી છે. 130 કરોડની વસ્તી ધરાવતો આપણો દેશ જો આ દિશામાં મોટા પાયે કંઈક કરે તો આખી દુનિયા સામે દાખલો બેસાડી શકે તેમ છે.

શરૂઆતમાં કોઈપણ બદલાવ પ્રત્યે લોકોમાં ખચકાટ જોવા મળે છે. પરંતુ તેના વિકલ્પ શોધવા પડે છે. ઓસ્ટ્રેલિયાએ પ્લાસ્ટિકની થેલીનો વપરાશ ઘટાડવાનો એક સરસ રસ્તો શોધી કાઢ્યો છે.

એક આખા ખંડ જેટલો વિસ્તાર ધરાવતા આ વિશાળ દેશે પ્લાસ્ટિકના વપરાશમાં ખૂબ જ ઘટાડો કરી નાંખ્યો છે, એ પણ ફક્ત ત્રણ જ મહિનાના ગાળામાં. જો આપણે ભારતમાં આ ચીજ શક્ય બનાવવી હોય તો ફક્ત સરકાર પર મદાર રાખવાના બદલે નાગરિકોએ પોતે જ જાગૃત રીતે પગલા ભરવા પડશે.

ઓસ્ટ્રેલિયામાં આ શરૂઆત સુપર માર્કેટે કરી. દેશના બે મોટા સુપર માર્કેટે પ્લાસ્ટિક ગ્રોસરી બેગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો. શરૂઆતમાં ગ્રાહકોના વિરોધનો સામનો કરવો પડ્યો કારણ કે સામાન્ય લોકો હાથ હલાવતા સુપર માર્કેટમાં આવે છે અને પ્લાસ્ટિકની બેગ્સ ભરી ભરીને સામાન લઈ જાય છે. પરંતુ બે મોટા સુપર માર્કેટે પ્રતિબંધ મુકતા ધીરે ધીરે ગ્રાહકોને પોતાની બેગ સાથે લાવવાની આદત પડી અને તેની હકારાત્મક અસર દેખાવા માંડી. પહેલા ત્રણ જ મહિનામાં 1.5 અબજ બેગનો વપરાશ ઘટી ગયો.

શું આ ભારતમાં શક્ય છે?

ભવિષ્યની પેઢીઓને બચાવવા માટે આપણે સાથે પ્લાસ્ટિકની બેગ લઈ જવાની આદત તો પાડી જ શકીએ. આપણે પહેલા કાપડની થેલીમાં શાક લેવા જતા હતા તે પણ સારી જ આદત છે. શરૂઆતમાં પ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધને કારણે સુપર માર્કેટમાં વેચાણ ઘટ્યું પરંતુ અમુક જાગૃત ગ્રાહકોએ તેમને આ પહેલ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું. ધીરે ધીરે આ એક આદત બની ગઈ અને ગ્રાહકો પોતાની થેલી લઈને આવવા માંડ્યા.

દુનિયાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઘણા દેશો પ્રયત્ન કરી રહ્યા છે. 32 જેટલા દેશોએ કાં તો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે અથવા તો તેના ઉપયોગ પર ટેક્સ લાદીને લોકોને તે વાપરતા અટકાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ત્રણ મહિનાના ઓછા ગાળામાં 80 ટકા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો