મહેસાણાના યુવક માટે ફોઈ ભગવાન બનીને આવ્યા, પોતાની કીડની આપી ભત્રીજાને આપ્યું નવજીવન

પોતાના 28 વર્ષના ભત્રીજાની બન્ને કિડની ફેઈલ જતાં 28 વર્ષના આ યુવાનને જીવતદાન આપવા ફોઈ મેદાનમાં આવ્યાં હતાં. ધીણોજ ગામના પોતાના ભત્રીજાને લક્ષ્મીપુરા (ઉનાવા) ખાતે રહેતાં ફોઈએ એક કિડનીનું દાન કર્યું હતું. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફોઈની કિડની ટ્રાન્સપ્લાન્ટ થતાં ધીણોજના યુવાનને જીવતદાન મળ્યું હતું. ઓએનજીસી જૂથ 15ના સેનાપતિ બળદેવભાઈ દેસાઈએ રૂ.2.36 લાખ એકઠા કરી સારવાર સહાય અર્પિત કરી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધીણોજ ગામના 28 વર્ષના ચૌધરી ચિરાગ શંકરભાઈની બન્ને કિડની નિષ્ફળ ગઈ હતી. પોતાના ભત્રીજાને કિડની આપવા માટે લક્ષ્મીપુરા (ઉનાવા)માં રહેતાં ફોઈ કાન્તાબેન ચૌધરીએ તૈયારી દર્શાવી હતી. ઝાયડસ હોસ્પિટલમાં સફળ શસ્ત્રક્રિયા કરી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. જેના કારણે ભત્રીજાને જીવતદાન મળ્યું હતું. મધ્યમવર્ગના આ પરિવારને સારવાર સહાય આપવા ઓએનજીસીના સુરક્ષાકર્મીઓએ ફાળો એકત્રિત કર્યો હતો અને રૂ.2.36 લાખની રોકડ સહાય પરિવારજનોને ભેટમાં આપી હતી. આમ, ફોઈની કિડનીથી ભત્રીજાને જીવતદાન મળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો