રાજકોટમાં ભાજપના મહિલા કોર્પોરેટરની ગેરવર્તન કરતી ઓડિયો કલીપ વાઇરલ, કહ્યું- તારા વિસ્તારમાંથી એકપણ મત નથી મળ્યો, ફરિયાદ માટે મને ફોન ન કરવો

રાજકોટમાં આજે ભાજપનાં વોર્ડ નં.14નાં મહિલા કોર્પોરેટર વર્ષાબેન રાણપરાની સ્થાનિક મહિલા સાથે ગેરવર્તન કરતાં હોવાની ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. આ મુદ્દે મનપાના જનરલ બોર્ડમાં મળેલી મીટિંગ પૂર્ણ થયા બાદ કોર્પોરેટરે રડતાં રડતાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ, હું પ્રજાની માફી માગું છું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મને બદનામ કરવાનું કાવતરું છે
વોર્ડ નં.14નાં મહિલા કોર્પોરેટર વર્ષાબેને જણાવ્યું હતું કે આ ફોન આવ્યા બાદ મને 25 ફોન આવ્યા છે. આ બીજું કંઈ નથી, પણ મને બદનામ કરવાનું કાવતરું છે. હું ગત ટર્મમાં પણ ચૂંટાઈ હતી અને આ ટર્મમાં પણ ચૂંટાઈ છું. અમે કામ કરીએ જ છીએ. મને ફોનમાં વારંવાર ઉશ્કેરવામાં આવી હતી. સ્થાનિક બેન જે બોલ્યાં એ ક્લિપમાં એડિટ કરી નાખ્યું છે.

વોર્ડ નં.14નાં કોર્પોરેટર વર્ષાબેન રાણપરા (ફાઈલ તસવીર )
વોર્ડ નં.14નાં કોર્પોરેટર વર્ષાબેન રાણપરા (ફાઈલ તસવીર )
ઓડિયો-ક્લિપમાં શું હતું
આ ક્લિપમાં તેઓ કહી રહ્યાં છે કે તમારા વિસ્તારમાંથી એકપણ મત નથી મળ્યો, ફરિયાદ હોય તો મને ફોન નહીં કરતી. ઉલ્લેખનીય કે આજથી 4 મહિના પહેલાં રાજકોટના 18 વોર્ડના કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતા. એ વખતે જનરલ બોર્ડ મળવાનું હતું ત્યારે વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં કોઈ સમસ્યા નથી, ત્યારે આ કિલપ ચર્ચાનું કેન્દ્ર બની છે.

કોર્પોરેટરને ફોન ન કરવા સ્થાનિકોને આપી ધમકી
આ ઓડિયો-ક્લિપમાં કોઈ સ્થાનિક મહિલાએ વર્ષાબેનને ફોન કરીને જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ગંદકીના ગંજ જામ્યા છે. તમે કંઈક કરો, ત્યારે પ્રથમ તો વર્ષાબેને ફોન કટ કરી નાખ્યો હતો, ત્યાર બાદ ફરી સ્થાનિક મહિલાએ ફોન કરતાં વર્ષાબેન ઊકળી ઊઠ્યા હતા અને કહ્યું હતું કે તમારો વિસ્તાર કયો છે ? ત્યારે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે હું નવયુગ પરા સાત નંબરમાંથી વાત કરું છું. તેના પ્રત્યુત્તર સ્વરૂપે વર્ષાબેને કહ્યું હતું કે જાને હવે, તમારા વિસ્તારમાંથી એકપણ મત નથી મળ્યો, હવે મને ફોન નહીં કરતી. આટલું કહીને ફોન કટ કરી નાખ્યો હતો.

કોર્પોરેટરને ફોન ન કરવા સ્થાનિકોને આપી ધમકી.
કોર્પોરેટરને ફોન ન કરવા સ્થાનિકોને આપી ધમકી.
શું ભાજપના કોર્પોરેટરની લોકો સાથે દાદાગીરી
ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે મત માગવા અને મતદારોને રીઝવવા પક્ષના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવે છે. ત્યારે હાલ પ્રજા પોતાના પ્રશ્નો કોર્પોરેટરો સમક્ષ રજૂ કરે છે ત્યારે શું ભાજપનાં કોર્પોરેટર લોકોની ફરિયાદ સાંભળવાને બદલે આ રીતે સ્થાનિકો સાથે દાદાગીરી કરે એ કેટલા અંશે યોગ્ય ગણાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો