સુરત: સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી, સસરાએ વહુની લાજ લેવાનો કર્યો પ્રયાસ, ‘બુમાબુમ કરતા સસરા ભાગ્યા, બધુ સહન કર્યું આ નહીં’

સુરત શહેરમાં સંબંધોને શરમમાં મુકી હદ પારની એક ઘટના સામે આવી છે. અહીંયા એક સસરાએ પોતાના દીકરાની પત્ની પર નજર બગાડીને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. પરણીતાને સસરા દ્વારા માર મારવા સાથે ધમકી આપવામાં આવતા પરણીતાએ પોતાના પિયરમાં જઈ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા સુરત પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા અત્યાચારની સતત ઘટના સામે આવી છે, ક્યાંક દહેજ માટે તો ક્યાંક મહિલાની એકલતાનો લાભ લઇને તેની લાજ લેવામાં આવતી હોય છે, ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે, જે જાણીને સંબંધોની મર્યાદાના લીરે લીરા ઉડી ગયાનો અહેસાસ થાય. સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીના લગ્ન મહારાષ્ટના નંદુરબાર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો આ પરણીતાને સાસરિયાએ સારી રાતે રાખી, ત્યારબાદ દહેજને લઈને પરિણીતાને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો.

પરિણીતાને પતિ અને સસરા દ્વારા અનેક પ્રકારનો માનસિક ત્રાસ આપ્યા બાદ પણ તે સંબંધ બચાવવા માટે સહન કરતી હતી. જોકે આ પરિણીતા પર સસરાની છેલ્લા કેટલાક સમયથી દાનત ખરાબ હતી, ત્યારે એક દિવસ પરિણીતા ઘરમાં એકલી હતી ત્યારે સસરા દ્વારા આ પરિણીતાની લાજ લેવાનો પ્રયાસ કરતા પરિણીતાએ બુમાબુમ કરતા સસરા ભાગી છૂટ્યાં હતા.

પહેલેથી જ દહેજ માટે ત્રાસ આપતા અને પછી સસરા દ્વારા કરવામાં આવેલી આ કૂરતૂતને લઈને સહન શક્તિની હદ થઈ ગઈ, જેથી પરણિતા પોતાના પિયર ખાતે આવી પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ આપતા મહારાષ્ટ પોલીસે આ પરિણીતાની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ માટે સુરત ખાતે મોકલી આપતા સુરતની લીંબાયત પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો