ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ, આણંદના ખંભાતમાં જૂથ અથડામણ, બે મૌલવી સહિત 7 શખ્સોની કરી અટકાયત

આણંદના ખંભાતમાં જૂથ અથડામણના મામલે પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થયુ છે. તેમજ મૃતકની સ્મશાન યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પોલીસે બે મૌલવી સહિત 7 શખ્સોની અટકાયત કરી છે. તથા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ ખંભાતમાં સપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે.

આરોપીઓમાં બે મોલવીની પણ અટકાયત
ખંભાત જૂથ અથડમણ મામલે સાત જેટલા આરોપીને ડીટેન કરાયા છે. જેમાં ડીટેન કરાયેલ આરોપીઓમાં બે મોલવીની પણ અટકાયત કરાઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં રામનવમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી ગઇકાલે કરવામાં આવી હતી. ત્યારે પાવન પર્વે ગુજરાતમાં બે ઠેકાણે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તેમજ ખંભાતમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે બન્ને ઠેકાણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી.

ખંભાતના શક્કરપૂરામાં બે જૂથો વચ્ચે અથડામણ
આણંદ જિલ્લાના ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. આ શોભાયાત્રા શક્કરપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક પથ્થરમારો થયો હતો. આટલું જ નહીં, તોફાની ટોળાએ દુકાનમાં આગચંપી કરી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. હાલ તો આ ઘટનાને પગલે ખંભાત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો