રાજકોટમાં હૈદ્રાબાદ દુષ્કર્મ જેવી ઘટના સ્હેજમાં બનતા રહી ગઈ, એક બહાદૂર યુવાને હિંમતભેર પ્રતિકાર કરીને મહિલાને મુક્ત કરાવી

હૈદ્રાબાદની મહિલા તબીબની દેશભરમાં કંપારી છુટાવી દેનારી ઘટનાની માંડ શાહી સુકાઈ છે. અને રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કિસ્સો હજી રાજકોટવાસીઓના દિમાગમાં તાજો છે ત્યાં ફરી રાજકોટમાં ગત રાત્રીના હૈદ્રાબાદ વાળી ઘટના ઘટતા એક જાગૃત યુવકના કારણે સ્હેજમા રહી ગઈ હતી.

મવડી પ્લોટના આનંદ બંગલાચોક નજીકથી ગતરાત્રે ઓટો રિક્ષામાં આવેલા બે શખસો દ્વારા આશરે 38 વર્ષીય મહિલાને પરાણે ઓટો રીક્ષામાં ખેંચીને મલીન ઈરાદો પાર પાડવા ભાગી રહ્યા હતા ત્યારે જ ત્યાંથી પસાર થયેલો શ્રીકાંત નરેન્દ્રભાઈ વ્યાસ નામનો યુવક મહિલાની ચીસ સાંભળી જતા હિંમતભેર બંને શખસોનો પ્રતિકાર કરી મહિલાને મુક્ત કરાવી મહિલાની લાજ અને શહેર પોલીસની ઈજ્જત બચાવી હતી. હજી પખવાડીયા પુર્વેની બાળકીના દુષ્કર્મની ઘટના બાદ પણ પોલીસ પેટ્રોલીંગ અને ધાક કેવી હશે બંનેને ગતરાત્રીની ઘટનાથી વધુ એક વખત ધજ્જીયા ઉડી છે.

ઘટનાની વિગતો મુજબ મવડી વિસ્તારમાં જ રહેતી અને માનસિક અવસ્થ એક મહિલા ગતરાત્રીના પરિવારની જાણ બહાર ઘરેથી નીકળી ગઈ હતી. ઘરના સભ્યો શોધખોળ કરી રહ્યા હતા. મહિલા આનંદ બંગલા ચોક પાસે પહોંચી હતી. ત્યાં એક ઓટો રીક્ષામાં બે શખસો ધસી આવી હતા. મહિલાને પરાણે ખેંચીને રીક્ષામાં બેસાડી હતી. મહિલા ચીસો પાડી રહી હતી પરંતુ ઠંડીની મૌસમને લઈને અવરજવર પાંખી બની ગઈ હતી. એવામાં મહિલા અને પોલીસ બંનેને ઈજ્જત માટે ફરીસ્તા બનીને ત્યાંથી શ્રીકાંત વ્યાસ નામનો યુવક પસાર થતા તેણે જઈ રહેલી રીક્ષામાં મહિલા ચીસો પાડતી હોવાનું સંભળાતા યુવકે ઓટો રીક્ષાનો પીછો કરી રીક્ષાને અટકાવી હતી.

રીક્ષા ઉભી રાખતા મહિલા સાથે રહેલો શખસ અને ચાલક બંને નીચે ઉતર્યા હતા અને યુવક પર હૂમલો કર્યો હતો જો કે યુવક હિંમતભેર પ્રતિકાર કર્યો હતો અને મહિલાને મુક્ત કરાવી હતી. બંને શખસો રીક્ષા લઈને નાસી છુટયા હતા. યુવક ૧૮૧ની મદદ માંગતા સ્ટાફ દોડી આવ્યો હતો. કર્મચારી પ્રિયંકા રાઠવાના જણાવ્યા મુજબ મહિલાનું કાઉન્સીંલીંગ કરાયું હતું. મહિલા માનસિક અસ્વસ્થ હોવાથી અતિ ગભરાઈ ગયા હોવાથી પુરૂ બોલી પણ શકતા ન હતા. ધીમે ધીમે તેમના ઘરનો વિસ્તાર જાણીને એ તરફ મહિલાને લઈ ગયા હતા અને મહિલાને ઘર સુધી પહોંચાડી હતી. મહિલાના સાસુએ મહિલાની માનસિક બીમારીની દવા પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું. રાત્રે જાણ બહાર નીકળી જતા શોધખોળ કરી હતી અને પોલીસને જાણ કરવાનો પ્રયાસ કરે એ પહેલા જ મહિલા હેમખેમ ઘરે પહોંચી જતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

‘નાક’ કપાતું બચતા હવે પોલીસ રીક્ષાચાલક બેલડીની શોધમાં પડી

રાજકોટ શહેર પોલીસ પોતાની જાતને સિંઘમ કે જાંબાઝ તરીકે ઓળખાવે છે ક્યારેક કામ પણ આવા કરે છે. ખરાઅર્થમાં સિંઘમ, જાંબાઝ ત્યારે જ કહેવાય કે ગુના બન્યા પછી ડિટેક્ટ નહીં પરંતુ ગુનેગારો કે લુખ્ખાઓ જ એવા થરથરે કે ગુનો કરતા તો શું ગુનાનો વિચાર આવે તો પણ સામે પોલીસ દેખાવી જોઈએ. રાજકોટમાં બાળકીના દુષ્કર્મી તેમજ બે યુવતીની જાહેરમાં છેડતીના આરોપીઓને બરોબર કાયદાનો પાઠ ભણાવાયો, હાલ પોલીસના કથન મુજબ ઓટો રીક્ષાઓ સામે જબ્બરજસ્ત ડ્રાઈવ, ચેકીંગ કરાય છે આમ છતાં ઓટો રીક્ષા ગેંગના ગુનાઓ તો અટકતા નથી. પેસેન્જરના સ્વાંગમાં બેસી લૂંટ, નજર ચૂકવી પર્સ, ઘરેણા સેરવવા એથી વધીને ગતરાતે તો મહિલાનો રિક્ષામાં અપહરણનો પ્રયાસ કરાયો જો યુવક ન વ્હારે આવ્યો હોત તો શું થયું હોત ? તે તેો કલ્પનાતિત જ રહેત. નાક કપાતા બચાયું હોય હવે પોલીસે સી.સી.ટીવીના આધારે નાસી છુટેલી રીક્ષા બેલડીની શોધ આરંભી હોવાનું જાણવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો