સુરત: ‘તારે હપ્તો આપવો છે કે નહીં’ તેવું કહીને બબલુ કાદરી સહિત ત્રણ માથાભારે ઇસમ પિતા-પુત્ર પર તૂટી પડ્યા

સુરત શહેરના લાલગેટ વિસ્તાર (Surat Lalgate Area)માં આવેલા મનહર કોમ્પ્લેક્સમાં જમ્પરની દુકાન ધરાવતા પિતા-પુત્ર પર માથાભારે ત્રણ ઈસમોએ હુમલો (Father-Son attacked) કર્યો છે. હુમલા બાદ પિતા-પુત્રને સારવાર માટે હૉસ્પિટલ (hospital) ખસેડવામાં આવ્યા છે. માથાભારે તત્વોએ ‘તારે હપ્તો આપવો જ પડશે’ તેવું કહીને પિતા-પુત્ર પર તૂટી પડ્યા હતા. ગંભીર રીતે ઈજા પામેલા પિતા-પુત્રની ફરિયાદ બાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના વરિયાવી બજાર પાસે મદારીવાડમાં રહેતા 50 વર્ષીય અબ્દુલ કરીમ અબ્દુલ કાદર શેખ સૈયદપુરામાં મનહર કોમ્પ્લેક્સ નીચે અમર જમ્પર નામની દુકાન ચલાવે છે. બુધવારે બપોરે તેઓ દુકાન પર હાજર હતા તે વખતે આરોપી મિસબુદ્દીન ઉર્ફે બબલુ સજ્જુબાપુ કાદરી, ફૈયાઝ સજ્જુબાપુ કાદરી અને ગફ્ફાર બંગાળી નામના ત્રણ ઈસમો તેઓની દુકાને આવ્યા હતા.

આ દરમિયાન આરોપીઓએ ફરિયાદીને કહ્યું કે, ‘આજુબાજુવાળા બધા હપ્તો આપે છે. તારે હપ્તો આપવો છે કે નહીં?’ તેમ કહીને ગાળો ભાંડી હતી. અબ્દુલે હપ્તો આપવાની ના પાડતા મુસબુદ્દીન ઉશ્કેરાઈ ગયો અને ‘તને પતાવી દેવો છે’ એમ કહીને બેઝબોલના દંડાથી માર માર્યો હતો.

અબ્દુલને બચાવવા તેનો દીકરો મોહમદ નઈમ વચ્ચે આવતા નઇમને પણ માર માર્યો હતો. ઉપરાંત ગફાર બંગાળીએ રેમ્બો છરો બતાવીને ‘દસ હજારનો હપ્તો નહીં આપે તો જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી.

આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી હુમલામાં ઘાયલ થયેલા પિતા-પુત્રને સ્થાનિક લોકોએ સારવાર માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાને લઈને લાલગેટ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો