‘ભાજપ સરકારનો વિરોધ કરવાનો ઘણો શોખ છે’ એમ કહીને સુરતમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રભારી રામ ધડૂકને ઢોર માર માર્યો
યોગીચોક ખાતે આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસે શહેરના પ્રભારી રામ ધડૂકને અજાણ્યા ચાર પાંચ ઈમસોએ બોલાવીને માર માર્યો છે. બપોરે બે વાગ્યાના સુમારે રામ ધડૂકને ફોન કરીને અજાણ્યાઓએ કહ્યું કે, અમારે 30-35 લોકોને પાર્ટીમાં જોડાવું છે. જેથી તમે ઓફિસ આવો. આથી ઓફિસ પહોંચેલા રામ ધડૂક પર અજાણ્યાઓએ હુમલો કર્યો હતો. ઢીક્કા પાટુનો માર મારવાની સાથે ફાઈબરની ખુરશીથી માર મરાયો હતો. જેથી રામ ધડૂકના જમણા કાનને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. રામ ધડૂકે જણાવ્યું હતું કે, , કુમાર કાનાણીના પોસ્ટર લગાવવા સાથે ભાજપ સરકારનો વિરોધ કરવાનો ઘણો શોખ છે તેમ કહીને હુમલો કરી ગળે ચપ્પુ રાખીને મારી નાખવાની ધમકી અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઓફિસમાં ઘસી આવી હુમલો કર્યો
આમ આદમી પાર્ટી સુરતના પ્રભારી રામ ધડૂકને ફોન કરીને પાર્ટીની ઓફિસ બોલાવાયા હતાં. રામ ધડૂકને ફોનમાં અજાણ્યાઓએ કહ્યું કે અમારે 30-35 લોકોને પાર્ટીમાં જોડાવું છે. જેથી કાર્યાલય પર પહોંચેલા રામ ધડૂક પર તેની જ ઓફિસમાં અજાણ્યાએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ઢીકા પાટ્ટુનો માર મારવાની સાથે આંખ કાન અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાથે જમણા કાનને પણ ગંભીર નુકસાન પહોંચાડાયું છે. હાલ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, આમ આદમી પાર્ટી દ્વારા થોડા દિવસો અગાઉ કુમાર કાનાણી ગાયબ થયાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં તથા લાઈટ બિલ માફ કરાવવા આંદોલન કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

