કાશ્મીરમાં આ વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો, 7 દિવસ પહેલાં જ ઈન્ટેલિજન્સે આપ્યું હતું એલર્ટ

કાશ્મરીના પુલવામામાં આતંકીઓ તેમની ઈચ્છા પૂરી કરવામાં સફળ થયા છે. ઉરી પછીનો આ એટલો મોટો આતંકી હુમલો છે કે, તેમાં એક સાથે 20 જવાન શહીદ થયા છે. જ્યારે 45 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈન્ટેલિજન્સ દ્વારા સાત દિવસ પહેલાં જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે, કાશ્મીરમાં સેના પર ડિપ્લોયમેન્ટ અથવા તેમના આવવા જવાના રસ્તા પર આતંકીઓ IEDથી હુમલો કરી શકે છે.

IBએ જાહેર કર્યું હતું એલર્ટ

1.આ એલર્ટ સંસદ ભવન પર હુમલાના દોષિત અફઝલ ગુરુ અને જેકેએલએફના સંસ્થાપક મોહમ્મદ કાબુલ ભટ્ટની ફાંસીની વરસી પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું. 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલા આ એલર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, આતંકીઓએ હુમલાનું પ્લાનિંગ કર્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એક મોટું એલર્ટ જાહેર કરતાં કહ્યું હતું કે, આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં સેનાના ડિપ્લોટમેન્ટ અથવા તેમના આવવા જવાના રસ્તા પર આઈઈડીથી હુમલો કરી શકે છે.

2.એલર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, દરેક સીઆરપીએફના કેમ્પ અને પોલીસના કેમ્પ પર મોટો આતંકી હુમલો થઈ શકે છે. તેથી દરેક સેનાબળે સાવધાન રહેવું. તે સાથે જ એરિયાને સેન્સિટાઈઝ કર્યા વગર તે વિસ્તારમાં ડ્યૂટી પર ન જવું. ઈન્ટેલિજન્સના એલર્ટ છતાં આ ભૂલ થઈ છે અને આતંકીઓને મોટો હુમલો કરવામાં સફળતા મળી છે.

3.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આતંકીઓએ હાઈવે પર જ એક ગાડીમાં આઈઈડી પ્લાન્ટ કર્યો હતો. જેવો સીઆરપીએફનો કાફલો ત્યાંથી પસાર થયો ત્યારે રિમોર્ટથી તે ગાડીમાં આઈઈડી બ્લાસ્ટ કરી દેવામાં આવ્યો હતો. આ સમયે અહીંથી સેનાના 70 વાહનો પસાર થઈ રહ્યા હતા. તેમાંથી એક ગાડી આ બ્લાસ્ટની ઝપટમાં આવી ગઈ અને તેમાં ઘણાં જવાનો ઘાયલ થયા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો