અમદાવાદમાં 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો ‘સુલતાન’, ATSને જણાવ્યું ક્યાંથી લાવ્યો હતો માલ

અમદાવાદ શહેરમાથી વધુ એક વખત માદક પ્રદાર્થના જથ્થા (MD Drugs) સાથે એક આરોપીની ધરપકડ થઈ છે. આ આરોપી 1 કિલો એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહ્યો હતો પરંતુ સપ્લાયર સુધી ડ્રગ્સ પહોંચે તે પહેલા પેડલરની ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી છે.આ આરોપી પાસેથી 1 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામા આવ્યુ છે. ગુજરાત એટીએસની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ મોહમદ સુલતાન શેખ છે જે મૂળ મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો રહેવાસી છે.

ગત મોડી રાતે આરોપી મુંબઈથી 1 કિલો ડ્રગ્સ સાથે ખાનગી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવી રહ્યો હતો. જે બાતમી મળતા ગુજરાત એટીએસે શાહીબાગ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર સુલતાનને શાહીબાગ પાસે લાલ ટીશર્ટ પહેરેલા સપ્લાયરને ડ્રગ્સ સોંપવાનું હતુ પરંતુ ડ્રગ્સ સોંપાય તે પહેલા પેડલરને ઝડપી પાડ્યો છે.

ડ્રગ્સ પેડલર સુલતાનની વધુ પુછપરછ કરતા સામે આવ્યુ કે અજમેર શરીફ દરગાહના ખાદિમ વસીમના કહેવાથી તે ડ્રગ્સ લઈને અમદાવાદ આવતો હતો અને મૂળા સુહાગ કબ્રસ્તાન પાસે ડિલિવરી કરવાની હતી 1 કરોડ ની કિંમતના મેથામ્ફેટામાઈન કબ્જે કરી એટીએસે વધુ તપાસ શરૂ કરી છે.

જેમાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામા આવી છે. અગાઉ પણ ગુજરાત અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ કબ્જે કરવામા આવ્યું છે પરંતુ ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા મા પોલીસ સફળ નથી થઈ, ત્યારે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલ પેડલરની તપાસ બાદ શું નવા ખુલાસા થાય છે અને ડ્રગ્સ ના રેકેટમા શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.

આ મામલે ગુજરાત ATS તપાસ કરશે કે મુખ્ય સોદાગર કોણ છે અને તેનું કનેક્શન ક્યાં સુધી લંબાયેલું છે. જોકે, અગાઉ પણ પકડાયેલા ડ્રગ્સના મામલે કોઈ મોટા માથાના નામ હજુ સુધી ખુલ્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો