પિતરાઈ ભાઈ-ભાભીની હેવાનિયત આવી સામે! સાત વર્ષની બાળકીએ કામ ન કર્યું તો ઉંધી લટકાવી, ગરમ ચિપિયા અને સિગારેટના ડામ ચાંપ્યા

રાજસ્થાનના (Rajasthan) રાજસમંદમાં માતા-પિતા વગરની બાળકી સાથે પિતરાઈ ભાઈ-ભાભીએ એવું વર્તન કર્યું કે જોનારના રુંવાડા ઊભા થઈ જાય. સાત વર્ષની મામૂમ બાળકી ઉપર યાતનાની (Atrocities on the girl) એવી ઘટના ઘટી હતી તે જેને જોઈને જલ્લાદ પણ કાંપી ઉઠે. બાળકીએ કામ ન કર્યું તો નગ્ન કરીને ઉંધી લટકાવી દીધી હતી અને પછી ગરમ ચિપિયા અને સિગારેટના ડામ ચાંપ્યા હતા.

પિતરાઈ ભાઈ ભાભીને આટલાથી મન ન ભરાયું તો ગુસ્સામાં માસૂમના નખ સુધી ઉખાડી લીધા હતા. હદ તો ત્યારે થઈ જતી હતી કે ગુસ્સામાં આવીને ભાઈ-ભાભી બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં મરચું પાવટર ભરી દેતા હતું. જ્યારે અત્યાચારે હદ વટાવી તો બાળકી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી હતી.

પરંતુ પોલીસ સ્ટેશનમાં પથ્થર દિલ પોલીસે માસૂમનું દર્દ સાંભળવાના બદલે તેને ઘરે મોકલી દીધી હતી. પાડોશમાં રહેતા લોકોએ આ ઘટના ક્રમનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે આરોપી પિતરાઈ ભાઈ અને ભાભીની ધરપકડ કરી હતી.

માતાના મોત બાદ પિતાએ બીજા લગ્ન કરી લીધા અને બીજી પત્ની સાથે ગુજરાતના સુરતમાં મજૂરી કરવા માટે આવી ગયા હતા. અને પોતાની બાળકીને આરોપી પાસે છોડી દીધી હતી. આરોપી ભાઈ-ભાભી સવારથી રાત સુધી બાળક પાસે કામ કરાવતા હતા.

બાળક બુદ્ધીમાં બાળકી રમવા જતી રહેતી તો ભાઈ-ભાભીનો અત્યાચાર શરુ થઈ જતો હતો. આરોપી કિશન અને તેની પત્ની રેખાની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ આ મામલે પોલીસના અસંવેદનશીલ ચહેરો પણ સામે આવ્યો હતો. માસૂમ બાળકીને કેસ નોંધાવવા માટે 8 કલાક સુધી બેસાડી રાખી હતી.

ભીમ પોલીસ સ્ટેશનના પેલાડોગલ ગામમાં રહેનારી આ બાળકી સાથે બર્બરતાનો વીડિયો વાયરલ થયા બાદ ચાઈલ્ડ લાઈનના સભ્યોએ પોલીસ સ્ટેશમાં જઈને બાળકીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એક આરોપીને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ બાળકીને મેડિકલ કરાવ્યું હતું જોકે, મેડિકલમાં બાળકી સાથે યૌન દુરાચારની પુષ્ટી થઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો