ATMમાં ખામી સર્જાતા નીકળવા લાગ્યાં પાંચ ગણા રૂપિયા, થોડીવારમાં જ લોકોએ પૈસા ઉપાડવા માટે લાઇનો લગાવી દીધી

ઉત્તર પ્રદેશના કુશીનગર (Kushinagar- Uttar Pradesh)માં એક નવાઈ પમાડતો બનાવ સામે આવ્યો છે. અહીં એક એટીએમ (ATM)માં કોઈ ટેક્નિકલ સમસ્યા આવી હતી. જે બાદમાં એટીએમમાં જેટલી રકમ ઉપાડવા માંગતા હોય તેનાથી પાંચ ગણી રકમ બહાર નીકળતી હતી. ધારો કે કોઈ વ્યક્તિ 500 રૂપિયા ઉપાડવા (ATM money withdrawal)નો કમાન્ડ આપે તો એટીએમ 2500 રૂપિયા આપતું હતું. આ વાતની જાણકારી આસપાસના લોકોને મળતા જ લોકો એટીએમ ખાતે પહોંચી ગયા હતા. લોકોએ પૈસા ઉપાડવા માટે લાઇનો લગાવી દીધી હતી. જોત જોતામાં એટીએમમાંથી 15 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં પણ એક-બે વર્ષ પહેલા આવો જ બનાવ સામે આવ્યો હતો. અહીં લોકો પૈસા દાખલ કરે તેનાથી વધારે પૈસા બહાર નીકળી રહ્યા હતા. નવાઈની વાત એ હતી કે ગ્રાહકના ખાતામાંથી એટલા જ પૈસા કપાતા હતા જેટલા ઉપાડવાનો કમાન્ડ આપ્યો હોય.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ કેસ કુશીનગર જિલ્લાના સેવરહી કસ્બા સ્થિત બેંક ઑફ ઇન્ડિયાના એટીએમનો છે. એટીએમમાંથી 15 લાખ રૂપિયા ઉપડી ગયા બાદ બેંક કર્મચારીઓને શંકા પડી હતી. જે બાદમાં તપાસ કરતા એટીએમમાં કોઈ ટેક્નિકલ ખામી આવી હોવાનું માલુમ પડ્યું હતું. આ જોઈને બેંક કર્મચારીઓનાં હોંશ ઉડી ગયા હતા.

બેંકના કર્મચારીઓએ ફટાફટ એટીએમમાંથી પૈસા ઉપાડનાર લોકોની યાદી બનાવી હતી અને પોલીસને સોંપી હતી. જે બાદમાં અમુક ગ્રાહકો બેંકમાં પહોંચ્યા હતા અને પૈસા પરત આપ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે એટીએમમાંથી પાંચ ગણા પૈસા બહાર આવી રહ્યા હતા પરંતુ ખાતામાંથી એટલા રૂપિયા કપાતા ન હતા.

સેવરહી પોલીસ તપાસમાં લાગી છે તેવું જાણીને અમુક લોકો બેંકમાં વધારાના પૈસા પરત આપી ગયા હતા. પોલીસના કહેવા પર અન્ય અમુક લોકોએ પૈસા પરત આપી દીધા હતા. એસઓ સેવરહી ઉમેશ કુમારે જણાવ્યું કે આ મામલે કાર્યવાહી થઈ રહી છે. બેંક કર્મચારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે તપાસ ચાલી રહી છે. એટીએમમાંથી પૈસા ઉપાડનાર લોકોની ઓળખ કરીને તેમના પાસેથી પૈસા પરત લેવામાં આવશે. હાલ આ મામલે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો