અમદાવાદ એરપોર્ટ પર અદાણીએ કાર પાર્કિંગ ચાર્જમાં વધારો કર્યો, 2 કલાકનો કાર પાર્કિંગ ચાર્જ રૂ.80 હતો, હવે 30 મિનિટ માટે રૂ.90 કર્યો
અમદાવાદ એરપોર્ટનું સંચાલન સંભાળતી અદાણીએ 1 એપ્રિલથી વાહનોના પાર્કિંગ ચાર્જમાં વધારો કર્યો છે. અદાણીએ પહેલા અડધો કલાક માટે કાર પાર્કિંગનો ચાર્જ રૂ.80થી વધારી 90 કર્યો છે. અગાઉ 2 કલાક કાર પાર્ક કરવાનો ચાર્જ રૂ.80 હતો. આમ કારના પાર્કિંગ ચાર્જનો સમય લગભગ ચોથા ભાગનો કરી દેવાયો છે અને રૂ.10નો વધારો કરાયો છે. કાર પાર્કિંગ માટે પહેલા અડધો કલાક પછી પ્રત્યેક 2 કલાક અને 24 કલાક સુધીના પાર્કિંગ ચાર્જ નક્કી કરાયા છે.
એરપોર્ટ પર 2 કલાક કાર પાર્ક કરવા માટે રૂ. 150 ચાર્જ ચૂકવવો પડશે. ટુ-વ્હીલર હશે તો પહેલી 30 મિનિટના રૂ.30 જ્યારે 2 કલાક માટે રૂ.80 પાર્કિંગ ચાર્જ રાખવામાં આવ્યો છે. કાર્ગો ટ્રાફિક માટેના પાર્કિંગ ચાર્જમાં કાર, ઓટો અને ટેમ્પો માટે 4 કલાક સુધી રૂ.150 જ્યારે ટુ-વ્હીલર માટે રૂ.100 ચૂકવવા પડશે. મંથલી પાર્કિંગ પાસના ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
એરપોર્ટના નો-પાર્કિંગ એરિયામાં પાર્ક થયેલા વાહનો જપ્ત કરી અત્યાર સુધી રૂ.400 પેનલ્ટી લેવાતી હતી જે હવે રૂ.1 હજાર કરાઈ છે. ટુ-વ્હીલર માટે આ પેનલ્ટી રૂ.500 છે.
વાહનોના પાર્કિંગ ચાર્જ
| વાહન | પ્રથમ 30 મિનિટ | 2 કલાક |
| કોચ-બસ | રૂ. 500 | રૂ. 800 |
| ટેમ્પો-મિનિ બસ | રૂ. 300 | રૂ. 500 |
| પ્રાઈવેટ કાર | રૂ. 90 | રૂ. 150 |
| કોમર્શિયલ કાર | રૂ. 90 | રૂ. 150 |
| ટુ-વ્હીલર | રૂ. 30 | રૂ. 80 |
કાર્ગોના વાહનનો ચાર્જ
| વાહન | 4 કલાક માટે | 2 કલાક વધારે |
| કાર, ઓટો, ટેમ્પો | રૂ. 150 | રૂ.100 |
| ટ્રક | રૂ. 200 | રૂ.100 |
| ટુ-વ્હીલર | રૂ.100 | રૂ.50 |
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

